બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 110 kmph wind to blow: Cyclone 'Sitrang' raises tension

આગાહી / 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન: 'સિતરંગ' વાવાઝોડાએ ટેન્શન વધાર્યું, અહીં ભારે વરસાદની આગાહી

Priyakant

Last Updated: 01:49 PM, 22 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સમાન વરસાદની અપેક્ષા

  • દિવાળી પહેલા બંગાળ-ઓડિશામાં ખતરનાક તોફાન સિતરંગનો ખતરો 
  • તોફાનના કારણે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે 
  • પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા: હવામાન વિભાગ  

ઉત્તર આંદામાન સમુદ્ર અને તેને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી ઉપર નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતી વખતે કહ્યું કે, આ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. તે 25 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. આ ચક્રવાતને સિતરંગ નામ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, તોફાનના કારણે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે કોલકાતા હવામાન કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજીવ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે, તે તીવ્ર ચક્રવાત નહીં હોય. આ સાથે 26 ઓક્ટોબરે વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

કયા કયા સ્થળોએ આગાહી 

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સમાન વરસાદની અપેક્ષા છે. આ દબાણ 22 ઓક્ટોબરની આસપાસ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે 23 ઓક્ટોબરે બંગાળની ખાડી પર પહોંચી શકે છે. તે ધીરે-ધીરે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની ધારણા છે.

બંગાળ સરકારે કેટલાક જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. ત્યારે ઓડિશાએ તેના ઘણા દરિયાકાંઠાના જિલ્લાઓમાં સતર્કતા વધારી છે. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ બંને રાજ્યોમાં સોમવારે કાલી પૂજા અને મંગળવારે દિવાળી ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં અહીંના લોકો માટે પહેલાથી જ ચેતવણી જાહેર કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ