બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / 100 hours of encounter in Kashmir: Army personnel hunted down terrorists from the forest

Anantnag Encounter / કાશ્મીરમાં એન્કાઉન્ટરના 100 કલાક: સેનાના જવાનોએ આતંકવાદીઓને જંગલમાંથી શોધી શોધીને ભડાકે દીધા, હજુ સર્ચ ઓપરેશન ચાલુ

Priyakant

Last Updated: 10:58 AM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anantnag Encounter News: ગોળીબાર બંધ થઈ ગયો હોવા છતાં આતંકવાદીઓ પર ક્વોડકોપ્ટર અને ડ્રોનથી સતત નજર રાખવામાં આવી રહી છે. હવે આતંકીઓ તરફથી કોઈ ગોળીબાર કરવામાં આવ્યો નથી

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટર હાલમાં બંધ 
100 કલાક પછી ગોળીબાર બંધ કરી દેવામાં આવ્યો 
પરંતુ સેનાનું ઓપરેશન હજી પૂરું થયું નથી,  ડ્રોનથી સતત નજર

Anantnag Encounter : જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે 100 કલાકથી વધુ સમયથી ચાલી રહેલું એન્કાઉન્ટર હાલમાં બંધ થઈ ગયું છે. વાત જાણે એમ છે કે , લગભગ 100 કલાક પછી ગોળીબાર બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ સેનાનું ઓપરેશન હજી પૂરું થયું નથી. સતત વરસાદને કારણે સેનાના સર્ચ ઓપરેશન પર પણ અસર પડી છે. વાસ્તવમાં વરસાદને કારણે આતંકવાદીઓને છુપાઈ જવાનો મોકો મળે છે અને શોધખોળ પણ મુશ્કેલ બની જાય છે. ગોળીબાર બંધ થઈ ગયો હોવા છતાં આતંકવાદીઓ પર ક્વોડકોપ્ટર અને ડ્રોનથી સતત નજર રાખવામાં આવી રહી છે. હવે આતંકીઓ તરફથી કોઈ ગોળીબાર કરવામાં આવ્યો નથી.

ગાઢ જંગલમાં છુપાયા છે આતંકીઓ 
અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે બધા આતંકવાદીઓ માર્યા ગયા છે, પહાડી પરની ગુફામાં છુપાયેલા છે કે પછી ભાગી ગયા છે. સેના આતંકવાદીઓને મારવા માટે ઉચ્ચતમ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે.  તમને જણાવી દઈએ કે, આ વિસ્તારમાં સેના પોતાનું સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, આ ગાઢ જંગલ વિસ્તાર છે. આ આખો વિસ્તાર ટેકરીઓ અને ખાડાઓથી ભરેલો છે. આ વિસ્તાર પીર પંજાલ ટેકરીઓ સાથે જોડાયેલો છે. સેનાએ કાર્યવાહીના વિસ્તારને કોર્ડન કરી લીધો છે, એટલે કે દોઢથી બે કિલોમીટરના વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

ત્રણ જવાન થયા હતા શહીદ 
નોંધનીય છે કે, મંગળવારે મોડી રાતથી સનાનું સર્ચ ઓપરેશન સતત ચાલુ છે. જોકે લગભગ 100 કલાક બાદ શનિવારે રાત્રે ગોળીબાર બંધ કરી દેવામાં આવ્યો હતો. સેનાના કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ્ટ મંગળવાર-બુધવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં શહીદ થયા હતા. ત્યારથી સતત એન્કાઉન્ટર ચાલુ છે. એવી આશંકા છે કે, પહાડી પરની ગુફામાં લશ્કરના બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા છે.

સેનાના વરિષ્ઠ અધિકારીઓનું ઓપરેશન પર ચાંપતી નજર  
નોર્ધન કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને ચિનાર કોર્પ્સના GOC લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ જેવા વરિષ્ઠ અધિકારીઓ આતંકવાદીઓ સામે થઈ રહેલી કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે. આ અધિકારીઓએ એન્કાઉન્ટર સ્થળની પણ મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ