બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 10-year-old child underwent surgery at Ahmedabad Civil Hospital

સર્જરી / માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો: એક વર્ષના બાળકના ફેફસાં જતી રહી પિન, જાણો પછી શું થયું

Kishor

Last Updated: 04:10 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ બાળકના ફેંફસામાં સોફ્ટ પિન ફસાઇ જતા તબીબો દ્વારા મહામહેનતે સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 10 વર્ષના બાળકની કરાઈ સર્જરી
  • દાહોદમાં 10 વર્ષનું બાળક રમત રમતા ગળી ગયું હતું સોફ્ટ પિન 
  • બાળકને દુખાવો ઉપડતા કરાવ્યો હતો એક્સ-રે 

અમદાવાદમાં નાના બાળકોના વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં દાહોદમાં રમતા રમતા બાળક સોફ્ટ બોર્ડની પિન ગળી જતા પરિવારજનોમાં ભાગદોડ મચી જવા પામી હતી. જેની સારવાર માટે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેને લઈને તબીબ ટીમ પણ હકીકત જાણી હેરાન થઈ ગઈ હતી.

10 વર્ષના બાળકની કરાઈ સર્જરી

આ અંગેની વિગત એવી છે કે દાહોદમાં એક બાળક સોફ્ટ પિન ગળી ગયું હતું. ત્યારબાદ તેને દુખાવો ઉપડતા સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. જ્યા સારવાર અર્થે એક્સ-રે કઢાવવામાં આવતા એક્સ-રેમાં સોફ્ટ બોર્ડની પિન ફસાઇ હોવાનું સામે આવ્યું હતું. જમણા ફેફસામાં સોફ્ટ બોર્ડની પિન ફસાઈ હતી. જેને લઈને સારવાર લેવામાં તકલીફ થતા બાળકનો જીવ જોખમમાં મુકાયો હતો.જેથી આ મામલે ગંભીરતાને ધ્યાને લઇ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા તાબડતોબ સર્જરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ એક કલાકની જબરી જહેમત બાદ ડોક્ટરો સફળતા પૂર્વક પિન કાઢી બાળકને હેમખેમ ઉગારી લિધો હતો.

1 કલાકની સર્જરી બાદ સોફ્ટ પિન કાઢી

ઉલ્લેખનિય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ પ્રથમ કેસ નથી એ અગાઉ પણ બાળકો સિંગ, કઠોળના દાણા ગળી ગયા હોવાના કિસ્સા સામે આવ્યા છે પરંતુ દસ વર્ષનું બાળક બોર્ડમાં પેપર ભરાવવાના કામમાં આવતી પિન ગળી જતા તબીબો પણ હેરાન થઈ ગયા હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ