બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 10 NSUI candidate Demand for ticket in Gujarat Election, know who has filed candidacy from which seat

ચૂંટણી 2022 / ગુજરાત ઇલેક્શનમાં NSUIના 10 હોદ્દેદારોની ચૂંટણી લડવા ટિકિટની માંગ, જાણો કોને કઇ બેઠક પરથી નોંધાવી દાવેદારી

Megha

Last Updated: 01:29 PM, 3 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે.

  • NSUIના 10 હોદ્દેદારોની દાવેદારી
  • વિધાનસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી
  • ધંધુકા, છોટાઉદેપુર, પાલનપુર બેઠક ઉપર ખેંચતાણ થવાની પૂરી શક્યતા

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી જેની રાહ જોવાઇ રહી હતી તેનો આજે અંત આવી ગયો છે. આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની 8 ડિસેમ્બરે થશે. 

NSUIના 10 હોદ્દેદારોએ વિધાનસભાની ટિકિટ માગી
આ ચુંટણીમાં ગુજરાત યુથ કોંગ્રેસના લોકો એ પણ ટિકિટ માંગી છે. NSUIના 10 હોદ્દેદારોએ વિધાનસભાની ટિકિટ માગી છે. મળતી જાણકારી અનુસાર કોડીનાર બેઠક પર NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની દાવેદારી નોંધાવી છે. ઉપરાંત અમરાઈવાડી બેઠક પર નારાયણ ભરવાડની દાવેદારી નોંધાવી ,દાણીલીમડા બેઠક પર સંજય સોલંકીએ ટિકિટ માંગી છે. જમાલપુર બેઠક પર શફાન રાઘનપુરી અને રાહિલ શ્રીમાનએ માગી ટિકિટ અને અસારવા બેઠક પર અજય સોલંકીની દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત નરોડા બેઠક માટે રોનક ભરવાડની દાવેદારી નોંધાવી છે અને બાપુનગર બેઠક માટે તોસિત મકવાણાએ દાવેદારી નોંધાવી. આ ઉપરાંત નિકોલ બેઠક પર શંકર પ્રજાપતિની દાવેદારી અને વટવા બેઠક પર અભય ગજ્જરે માગી ટિકિટ માંગી છે. 

ધંધુકા, છોટાઉદેપુર, પાલનપુર બેઠક ઉપર ખેંચતાણ થવાની પૂરી શક્યતા
આ સાથે જ 3 સિટિંગ ધારાસભ્યો સામે યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ માંગી ટિકિટ  માંગી છે. ચુંટણી સમયે ધંધુકા, છોટાઉદેપુર, પાલનપુર બેઠક ઉપર ખેંચતાણ થવાની પૂરી શક્યતા છે. જણાવી દઈએ કે ગુજરાત યુથકોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ધંધુકા બેઠક પર નોંધાવી દાવેદારી નોંધાવી છે અને ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંગ્રામ રાઠવાએ છોટાઉદેપુર બેઠક પર દાવેદારી નોંધાવી છે. યુથકોંગ્રેસના મહામંત્રી અંકિતાબેન ઠાકોરે બનાસકાંઠાની પાલનપુર બેઠક પર નોંધાવી દાવેદારી છે. અને સંજય ચૌધરીએ પાલનપુર બેઠક પર નોંધાવી દાવેદારી છે. 

2017ની ચુંટણીમાં કેવા હતા હાલ 
મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો છે. 2017માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ