બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / 06 reservoirs of Gujarat on high alert, NDRF teams deployed

વોર્નિંગ / ગુજરાતના 06 જળાશય હાઈ એલર્ટ પર, NDRFની ટીમો તૈનાત, આ બે જિલ્લામાં ભારે વરસાદ મચાવશે તરખાટ

Vishal Khamar

Last Updated: 07:05 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારી અને વલસાડ જીલ્લામાં તા. 28 થી 30 જૂન દરમ્યાન ભારેથી અથિ ભારે વરસાદ પડવાની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ચોમાસા સમયે પુરની સ્થિતિને પહોંચી વળવા NDRF સહિત તમામ ટીમો એલર્ટ મોડ પર છે.

  • દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
  • નવસારી અને વલસાડ જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • રાજયમાં ૨૦૬ જળાશયો પૈકી ૦૬ જળાશય હાઈ એલર્ટ, ૦૩ એલર્ટ, ૦૧ વોર્નિંગ પર

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના
આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ સપ્તાહ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના છે. તા.૨૮/૦૬/૨૦૨૩ થી તા.૩૦/૦૬/૨૦૨૩ દરમ્યાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.  સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે, રાજયમાં ૨૦૬ જળાશયો પૈકી ૦૬ જળાશય હાઈ એલર્ટ, ૦૩ એલર્ટ, ૦૧ વોર્નિંગ પર છે.

ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી
એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારી દ્વારા જણાવેલ છે કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

તમામ શાખાનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ બેઠકમાં GSDMA, CWC, કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઈસરો, ઉર્જા, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, એરફોર્સ, ફાયર, યુ.ડી.ડી., ICDS, પશુપાલન, BSF, અન્ન અને નાગરિક પુરવઠા અને માહિતી વિભાગના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ