બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / You are making this mistake during the summer season, otherwise the AC will get damaged.
Last Updated: 04:41 PM, 30 March 2024
શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે જેકેટ કે ગરમ કપડા પહેરવાં પડે છે. ત્યારે ઉનાળાની ઋતુમાં આનું ઉલટું થાય છે. ગરમીની શરૂઆત થઇ ગઈ છે. અને ગરમીએ માર્ચ મહિનામાં જ બધાને પરસેવાથી નવડાવી નાખ્યા છે. ખરેખર દિવસેને દિવસે ગરમી વધી રહી છે અને ગરમીથી બચવા લોકો AC ચાલુ કરે છે. AC એ પંખા અને કુલર કરતા વધારે ઠંડક આપે છે સાથે બીલ પણ વધારે આવે છે. જો તમે નવું AC ખરીદો કે જુનાં ACનો જ ઉપયોગ કરો છો. તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નહિંતર એક નાની ભૂલનાં કારણે AC બગડી શકે છે. તો ચાલો જાણીએ એ બાબતો વિશે જે કરવાથી આપણે બચવું જોઈએ.
ADVERTISEMENT
આ ભૂલો ન કરવી
ADVERTISEMENT
વ્યક્તિએ ફક્ત AC લગાડવા અને ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. તેની સફાઈનું પણ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે ફિલ્ટરને સાફ કરવું, સિઝનના અંતે તેને કવરથી ઢાંકીને રાખવું વગેરે. જો આવું કરવામાં ન આવે તો AC ઝડપથી બગડી શકે છે.
જો સમયસર ACની સર્વિસ કરવામાં ન આવે તો AC બગડી શકે છે. સર્વિસ ન કરવા પર ગંદકી જમા થાય છે અને જયારે AC ચાલતું હોય ત્યારે કમ્પ્રેસર ઉપર દબાણ આવે છે અને AC તો બગડે સાથે ફિલ્ટર અને અન્ય પાર્ટસ પણ બગડે છે.
જો ACમાં સ્ટેબિલાઇઝરની જરૂર હોય, તો તેને ચોક્કસથી ઇન્સ્ટોલ કરો. કારણ કે સ્ટેબિલાઇઝર વોલ્ટેજને નિયંત્રિત કરવાનું કામ કરે છે. પણ જો તે નથી તો વધુ અથવા ઓછા વોલ્ટેજને કારણે, તેની AC પર ખરાબ અસર પડે છે.
જો તમે આ ઉનાળામાં વિન્ડો ACખરીદ્યું છે. તો એક વાતનું ધ્યાન રાખો કે તેને એવી જગ્યાએ લગાડવું જોઈએ જ્યાં વેન્ટિલેશન સારું હોય. જો તેને વેન્ટિલેશન ન મળે તો AC માંથી નીકળતી ગરમ હવા અંદર જ રહે છે જે AC ને નુકસાન પણ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.