બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Yogesh Gupta, a doctor from Ahmedabad, wrote a book about the fight against Corona

વિશેષ / વાહ! અમદાવાદના આ ડૉક્ટરે કોરોનાની લડાઈને અક્ષરોમાં ઉતારી, 7 લેંગ્વેજમાં ઓડિયો બુક કરાશે તૈયાર, ફ્રેન્ચમાં રિલીઝ

Dinesh

Last Updated: 09:16 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડો. યોગેશ ગુપ્તાએ કહ્યું કે, ફ્રેન્ચ ભાષામાં બુક આવી ગઈ છે, હવે 6 ભાષામાં આખરી ઓપ અપાવમાં આવી રહ્યો છે, આશરે 200 પેજની બુકમાં કોરોના મહામારી વિશેની તમામ વિગતો આવરી લીધી છે

  • ડૉક્ટરે કોરોનાની લડાઈને અક્ષરોમાં ઉતારી
  • આ બુક ઓડિયો ક્લિપ સ્વરૂપે પણ તૈયાર કરાઈ
  • 'આગામી સમયમાં આવી મહામારી આવે તો લોકો સજાગ રહે'


કોરોનાનું નામ સાંભળતા હજુ પણ પગ ધ્રૂજવા લાગે છે, કોરોના કાળ ગયા બાદ હવે જાણે સૌ કોઈની જિંદગી થાળે પડી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આ કોરોનાની લડાઈ કઈ રીતે પાર પડી તે ખૂબ ઓછા લોકો જાણતા હશે. અમદાવાદના એક ડોક્ટરે કોરોનાની લડાઈ અક્ષરોમાં ઉતારી છે, જેમણે સાત ભાષામાં તેમણે બુક તૈયાર કરી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આ બુક ઓડિયો ક્લિપ સ્વરૂપે પણ લોકોને સાંભળવા મળશે. 

'લોભ લાલચમાં આવું બન્યું'
ડો. યોગેશ ગુપ્તાએ VTV સાથે ખાસ વાતચીત દરમિયાન તેમના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે, પહેલા છ માસ તો મેં જોયા કર્યું અને એ પછી વિચાર આવ્યો કે, આ મહામારી પર બુક લખાવવી જોઈએ. કેમ કે, આગામી સમયમાં આવી મહામારી આવે તો લોકો સજાગ રહે. જેને લઈ મારી બુક લખવાની યાત્રા શરૂ થઈ, અનેક ડોક્ટરો-કેમિસ્ટ ,દર્દી અને તેમના પરિવારને મળ્યો અને જાણવા મળ્યું કે જેમ જેમ કરોના પોતાનો રંગ બદલે છે, એજ રીતે કોરોના વોરિયર પણ રંગ બદલતા ગયા અને લોભ લાલચમાં આવી આ મહામારીને વધુ ડરામણી બનાવી દીધી. 

'200 પેજની બુકમાં તમામ વિગતો આવરી લીધી'
તેમણે કહ્યું કે, ફ્રેન્ચ ભાષામાં બુક આવી ગઈ છે, હવે 6 ભાષામાં આખરી ઓપ અપાવમાં આવી રહ્યો છે. આશરે 200 પેજની બુકમાં તમામ વિગતો આવરી લીધી છે. જેમને કલકત્તાના લીટ રલી કનિર્વાલમાં એવોર્ડ મળવા જઇ રહ્યો છે. કોરોનાની પરિસ્થિતિ દરમિયાન સૌથી વધુ આશ્ચર્ય પમાડે તે વાત હતી કે, વાયરસનાં કારણે હેરાન થયા પણ આ વાયરસને લઈ નફાખોરી પણ થઈ. હેલ્થ કેર કરનાર તમામ, ફાર્મા કંપની, 108ના ડ્રાઇવર, ડોક્ટર્સ એમ તમામ લોકોએ નફાખોરી કરી તેવુ જણાવ્યું હતું. વાયરસ એટલો હેરાન ન કરી શકત જો આ તમામ લોકો સીધા ચાલ્યા હોત, વાયરસ કરતા માણસ હેરાન કરી ગયો.

'ઓડિયો બુક ફ્રેન્ચ ભાષામાં આવી ગઈ છે'
 યોગેશ ગુપ્તાએ કહ્યું કે, આ ઓડિયો બુક ફ્રેન્ચ ભાષામાં આવી ચૂકી છે. જ્યારે બીજી 6 ભાષામાં આગામી બેથી અઢી મહિનામાં આવી જશે. આ 6 ભાષામાં હિન્દી અને ગુજરાતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.  લખકે કહ્યું કે, આ બુક દરમિયાન મારો ખરાબ અનુભવ એ હતો કે, ડોક્ટર્સ હેરાન થયા, કેટલાક મોતને ભેટ્યા, કોરોના દરમિયાન ડોક્ટર્સના પરિવારજનોને ક્યાંય આવવા ન હોતા દેતા. લોકોની જ જે સેવા કરતા હતા તે જ હેરાન થઈ રહ્યા હતા. આ બાબતમાં સારી વાત એ હતી કે, મારા મેડિકલના વિદ્યાથીઓ આ સમય દરમિયાન જે સેવા કરી છે, તેનામાં જે જુસ્સો હતો તે આજે પણ અકબંધ છે. ત્યારે મને એવું લાગ્યું કે, મારા દેશનું ભવિષ્ય સુરક્ષિત છે.

'ફાનું વિચાર્યું ત્યારે જ સમસ્યા શરૂ થઈ ' 
તેમણે કહ્યું કે, આ તમામ પરિસ્થિતિમાં એટલું જાણવા મળ્યું કે, જ્યારે કોઈ જગ્યાએ યુદ્ધ લડતા હોય ત્યારે આપણો વિશ્વાસ સૈનિકો પર હોય, પણ સૈનિક જો પોતાની પ્રજાને મારવા લાગે તો ? આપણે કોરોનાની મહામારીમાં જે લોકોને સૈનિકો માન્યા હતા, કોરોના વોરિયર ગણ્યા હતા, આ લોકોએ જ્યારે નફાનું વિચાર્યું ત્યારે જ સમસ્યા શરૂ થઈ હતી

  • બુક વિશે કેટલાક પ્રશ્નોના લેખકે આપેલા જવાબ

આ પુસ્તક શેના વિશે છે?
આ એક નોન ફિક્શન પુસ્તક છે. જે કોવિડ રોગચાળા પર આધારિત છે. એવા પ્રકરણો લખેલા છે, જે રોગચાળા દરમિયાન લેખક અને વિવિધ આરોગ્ય સંભાળ લડવૈયાઓ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા દર્શાવે છે. લેખક પોતે પ્રેક્ટિસ કરતા ડૉક્ટર હોવાથી તેમણે હકીકતો લોકો સમક્ષ રજૂ કરવાનું વિચાર્યું. ખરાબ કે સારું તે વાચકોએ નક્કી કરવાનું છે
આ પુસ્તિકા નો એક લીટીમાં ક્ષાર છે: જ્યારે વાયરસ અને માણસ બંને માં mutation આવ્યું ત્યારે વિનાશ બહુજ મોટો થયો.

તમે ક્યારે વિચાર્યું કે આ પુસ્તકની જરૂર છે?
ડેલ્ટા વેવ પછી મેં જે જોયું તેનાથી મને આઘાત લાગ્યો. જ્યારે વિશ્વ વિચારે છે કે, વાયરસ ઘાતક ડેલ્ટામાં  પરિવર્તિત થયો હતો. તે પીડા અને મૃત્યુ નું કારણ હતું. કોઈ શંકા નથી કે તે સાચું છે. પરંતુ તે એકમાત્ર કારણ નથી. મેં કોરોના યોદ્ધાઓમાં પણ પરિવર્તન જોયું.  આ પરિવર્તન અન્ય ઘણા વ્યવસાયોમાં પણ હતું. પરંતુ હું માનું છું કે ઘણા ખરા કોરોના યોદ્ધાઓમાં પરિવર્તન વધુ વિનાશ તરફ દોરી ગયું.

શું તમને લાગે છે કે તમારા ડોક્ટર મિત્રો તમારાથી ગુસ્સે થશે.
મેં શરૂઆતમાં વિચાર્યું કે કદાચ થોડા ગુસ્સે થશે. પરંતુ અત્યાર સુધી મેં કોઈનો નકારાત્મક પ્રતિભાવ જોયો નથી.  મારા ડૉક્ટર મિત્રોએ ખુલ્લા હાથે અને ખુલ્લા મનથી મારા દૃષ્ટિકોણનો સ્વીકાર કર્યો છે.

કોવિડ હવે સમાપ્ત થઈ ગયું છે.  
તે રોગચાળાના નકારાત્મક પાસાને બહાર લાવવા માટે શું જરૂરી છે. સુ સારું થશે આનાથી તે મુદ્દો છે. આ રોગચાળો હમણાં પૂરો અથવા ઓછો જીવલેણ છે. પરંતુ શું ત્યાં કોઈ ગેરંટી છે, કે હવે પછી કોઈ રોગચાળો નહીં આવે. એક યુદ્ધ આગલા યુદ્ધની તૈયારીમાં સુધારો કરવામાં મદદ કરે છે.  જો હેલ્થકેર આત્મનિરીક્ષણ ન કરે અને સુધારણા ન કરે તો વિનાશ ને કોઈ રોકી નહિ શકે. એક નાનો વાયરસ પણ આપણને નષ્ટ કરી શકે છે

એવોર્ડ વિશે અમને કંઈક કહો
આ મને મારા પ્રકાશક, ukiyoto પ્રકાશક તરફથી કોલ આવ્યો હતો.  તેઓએ મને જાણ કરી કે મારી આ કેટેગરી માટે ઇમર્જિંગ ઓથોર ઓફ ધ યર નોન ફિકશન કેટેગરી માટે પસંદગી કરવામાં આવી છે.  આ એવોર્ડ મને 12મી જાન્યુઆરી 2024માં કોલકોટા સાહિત્યિક કાર્નિવલમાં આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ