બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / World's 'longest' gas supply deal final, country to supply LNG to China for 27 years

કરાર / વિશ્વની 'સૌથી લાંબી' ગેસ સપ્લાય ડીલ ફાઇનલ, 27 વર્ષ સુધી આ દેશ ચીનને LNG પૂરો પાડશે

Megha

Last Updated: 02:17 PM, 22 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કતાર એ ચીન સાથે વિશ્વના સૌથી લાંબા નેચરલ ગેસ (LNG) સપ્લાય ડીલ કરી છે. બંને દેશો વચ્ચે આ કરાર 27 વર્ષ માટે કરવામાં આવ્યો છે અને વર્ષ 2026થી શરૂ થશે.

  • કતાર એ ચીન સાથે વિશ્વના સૌથી લાંબા નેચરલ ગેસ (LNG) સપ્લાય ડીલ કરી
  • બંને દેશો વચ્ચે આ કરાર 27 વર્ષ માટે કરવામાં આવ્યો છે
  • આ ડીલ 60 અબજ ડોલરમાં કરવામાં આવી છે

વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ખાડી દેશના કતાર એ સોમવારે ચીન સાથે વિશ્વના સૌથી લાંબા નેચરલ ગેસ (LNG) સપ્લાય ડીલ કરી હતી. જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે આ કરાર 27 વર્ષ માટે કરવામાં આવ્યો છે અને આ કરાર વર્ષ 2026થી શરૂ થશે. આ કરાર હેઠળ કતાર એનર્જી તેના ન્યૂ નોર્થ ફિલ્ડ ઈસ્ટ પ્રોજેક્ટમાંથી ચાઈના પેટ્રોલિયમ એન્ડ કેમિકલ કોર્પોરેશનને વાર્ષિક 4 મિલિયન ટન ગેસ મોકલશે. 

મળતી જાણકારી અનુસાર આ ડીલ 60 અબજ ડોલરમાં કરવામાં આવી છે અને કતારના ઉર્જા મંત્રી અને કતાર એનર્જી ચીફ એક્ઝિક્યુટિવ સાદ શેરીદા અલ કાબીએ જણાવ્યું હતું કે આ ડીલ LAG ઉદ્યોગના ઇતિહાસમાં સૌથી લાંબી ગેસ સપ્લાય ડીલ માનવામાં આવે છે. 

એનર્જી ચીફ એક્ઝિક્યુટિવ કાબીએ વાતચીત દરમિયાન દોહામાં કહ્યું હતું કે, 'આજે નોર્થ ફિલ્ડ ઈસ્ટ પ્રોજેક્ટે રેકોર્ડ બનાવ્યો છે અને આ સોદો ખરીદનાર અને વેચનાર બંને માટે મહત્વપૂર્ણ છે. અમે સિનોપેક સાથેના આ સોદાથી ખૂબ જ ખુશ છીએ અને ભૂતકાળમાં પણ અમારા લાંબા ગાળાના સંબંધો હતા. હાલ થયેલ આ નવી ડીલ અમારા સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે તેવી અપેક્ષા છે. 'આ ઉપરાંત કાબીએ એ એમ પણ માહિતી આપી હતી કે 'ચીન અને યુરોપના અન્ય ખરીદદારો સાથે વાતચીત ચાલી રહી છે અને મને લાગે છે કે વૈશ્વિક અસ્થિરતાને કારણે હાલ ખરીદદારો લાંબા ગાળાના પુરવઠાનું મહત્વ સમજી ગયા છે. ' જણાવી દઈએ કે કતાર એલએનજી નિકાસમાં વિશ્વનો ટોચનો દેશ છે. 

આ ડીલ પર ચીની કંપનીના ચેરમેનનું કહેવું છે કે તેમણે નોર્થ ફિલ્ડ સાઉથ પ્રોજેક્ટમાં કતાર પાસેથી સંપૂર્ણ ભાગીદારી માટે પણ વિનંતી કરી છે. જણાવી દઈએ કે નોર્થ ફિલ્ડ વિશ્વના સૌથી મોટા ગેસ ફિલ્ડનો એક ભાગ છે જેને કતાર ઈરાન સાથે શેર કરે છે.

જો કે આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે યુક્રેન પર રશિયાના હુમલા બાદ એલએનજીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે અને યુક્રેન પર રશિયાના હુમલા બાદ એલાનજી માટે સ્પર્ધા વધી ગઈ છે.  ખાસ કરીને યુરોપ ગેસ પર રશિયાની નિર્ભરતા ઘટાડવાની દિશામાં કામ કરી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ