બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / World Bank Cut Pakistan economic growth and said urgently needs foreign loans to avoid public debt crisis tutd

આર્થિક સંકટ / કંગાળ થવાના આરે ઉભેલા પાકિસ્તાનને હવે World Bank દ્વારા વધુ એક આંચકો, લીધો ચોંકાવનારો નિર્ણય

Dinesh

Last Updated: 10:27 AM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનની આર્થિક હાલત રોજે રોજ ગંભીર થતી જાય છે, IMFથી અજુ સુધી બેલઆઉટ પેકેજ મળ્યો નથી, આ બધાની વચ્ચે વિશ્વ બેંક પણ મોટો ઝટકો આપ્યો છે.

  • વલ્ડ બેંકએ પાકિસ્તાનને ઝટકો આપ્યો
  • પાકિસ્તાનની ગ્રોથ રેટમાં 2 ટકાથી ઘટાડી 0.4 ટકા 
  • 'આ વર્ષે 40 લાખ પાકિસ્તાની ગરીબીની ઝપેટમાં આવી ગયા'


પાકિસ્તાન અત્યારે ગંભીર આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. સમયની સાથે સાથે તેની પણ હાલત રોજે રોજ ખરાબ થતી જાય છે. મોંઘવારી તમામ રેકોર્ડ તોડીને 48 વર્ષના સૌથી હાઈ લેવલે પહોંચી ગઈ છે. જેમાં જનતાને જીવવું મુશ્કેલ થઈ ગયું છે. પાકિસ્તાનમાં જીવન જરૂરુરિયાતની તમામ ચીજ વસ્તુઓ આયાત કરવી પડી રહી છે અને તે માટે તે સક્ષમ નથી. જેના કારણે લોટ, ચોખ્ખા જેવી રોજિંદી ચીજ વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમજ ક્યાંય તો આ બધી વસ્તુની એટલી તંગી છે કે, પૈસા ચુકવતા મેળવવા ફાફા છે. આ બધાની  વચ્ચે વલ્ડ બેંકએ પાકિસ્તાનને એક ઝટકો આપ્યો છે.

વલ્ડ બેંકનો પાકિસ્તાનને ઝટકો
વલ્ડ બેંકએ પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. ગ્રોથ રેટમાં કાપ મુક્યો છે. વિશ્વ બેંકને પાકિસ્તાનની ગ્રોથ રેટમાં 2 ટકાથી ઘટાડો કરી 0.4 ટકા કરી દીધો છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ, વિશ્વ બેંકને કહ્યું કે, વિવિધ આર્થિક ઝટકાના કારણે આ નાણાકીય વર્ષમાં 40 લાખ પાકિસ્તાની ગરીબીની ઝપેટમાં આવી ગયા છે.

બેલઆઉટ પેકેજ માટે પ્રયાસ
આ આર્થિક સંકટથી નીકળવા માટે પાકિસ્તાનને IMFના બેલઆઉટ પેકેજની ખૂબ જ જરૂર છે. પરંતુ પાકિસ્તાને આ પેકેજ અજી સુધી મળી શક્યો નથી. પાકિસ્તાનની સરકાર લગાતાર 1.1 અરબ ડોલરની બેલઆઉટ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યો છે.  આ માટે IMFએ તમામ શર્તો મણ માંગી છે. પરંતુ અજી સુધી ફંડ મળ્યું નથી. પાકિસ્તાનની નાણાંમંત્રી ઈશાક ડારએ 10 એપ્રિલના રોજ IMFની બેઠક દરમિયાન ભાગ લેવાના હતાં પરંતુ એક રિપોર્ટ અનુસાર, ઘરેલુ રાજનીતિક ઉથલ પુથલના કારણે તેમણે વોશિગટનનો પ્રવાસ પમ કેન્સલ કર્યો છે. 1.1 અરબ ડોલરના બેલ આઉટ પેકેજ માટે આ બેઠક ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન વર્ષ 2019માં મુજૂર થયેલી 6.6 અરબ ડોલરની રકમમાંથી 1.1 અરબ ડોલરનું ફંડ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. 

મોંઘવારી દર 35.37 ટકા પર પહોંચી ગઈ 
IMF તરફથી બેલઆઉટ પેકેજમાં વિલંબને કારણે પાકિસ્તાની રૂપિયાની કિંમત અમેરિકી ડોલર સામે 284 પર પહોંચી ગઈ છે. પાકિસ્તાનમાં ગંભીર આર્થિક સંકટ વચ્ચે મોંઘવારીએ પણ તેનો પાંચ દાયકાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માર્ચમાં મોંઘવારી દર 35.37 ટકા પર પહોંચી ગઈ છે. સંકટની વચ્ચે પાકિસ્તાનની મોટી કંપનીઓ પોતાનો બિઝનેસ બંધ કરી રહી છે. ભૂતકાળમાં હોન્ડા સહિતના અનેક પ્લાન્ટને તાળા લાગી ગયા હતા.

દેવાના ડૂંગર તળે પાકિસ્તાન
પાકિસ્તાન પર કુલ દેવું 60 ટ્રિલિયન પાકિસ્તાની રૂપિયાથી વધુ છે. આ દેવુમાંથી લગભગ 35 ટકા માત્ર ચીનનું છે, તેમાં ચીનની સરકારી વ્યાપારી બેંકોનું દેવું પણ સામેલ છે. પાકિસ્તાન પર ચીનનું 30 અબજ ડોલરનું દેવું છે, જે ફેબ્રુઆરી 2022માં 25.1 અબજ ડોલર હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ