બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / આરોગ્ય / world arthritis day 2022 to prevent arthritis diseases

જરૂરી વાત / આ કારણે પણ થઈ શકે છે આર્થરાઈટીસની સમસ્યા, એક્સપર્ટ્સ પાસેથી જાણો બચવાના ઉપાય

Arohi

Last Updated: 02:50 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્થરાઈટીસની સમસ્યાઓ અનેક પ્રકારની હોય છે. આ રોગને સામાન્ય ભાષામાં સંધિવા પણ કહેવાય છે. સંધિવાના સૌથી સામાન્ય પ્રકારોમાં ઓસ્ટિયોઆર્થરાઈટિસ અને રીમેટાઈડ અર્થરાઈટિસનો સમાવેશ થાય છે.

  • અનેક પ્રકારની હોય છે આર્થરાઈટીસની સમસ્યાઓ 
  • બે પ્રકારના હોય છે સંધિવા
  • ઓસ્ટિયોઆર્થરાઈટિસ અને રીમેટાઈડ અર્થરાઈટિસ

દેશમાં સંધિવાના કેસ વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં દર વર્ષે આ રોગના 10 મિલિયનથી વધુ કેસ નોંધાય છે. આ રોગની શરૂઆત સાંધામાં દુખાવો અને સોજાથી થાય છે, ધીમે ધીમે સ્થિતિ વધુ ખરાબ થવા લાગે છે. આનાથી દુખાવો, બળતરા, બેચેની, અકડાઈ જવું અને અસરગ્રસ્ત સાંધામાં ધીમે ધીમે નુકશાન થાય છે. 

જેનાથી હરવું ફરવું અને એક્ટિવ રહેવું મુશ્કેલ બને છે. આ સ્થિતિ સામાન્ય રીતે પગ, હાથ, ઘૂંટણ, હિપ્સ અને લોવર બેકને અસર કરે છે. તબીબોના મતે આર્થરાઈટીસની સમસ્યાઓ અનેક પ્રકારની હોય છે. આ રોગને સામાન્ય ભાષામાં સંધિવા પણ કહેવાય છે.

સંધિવાના સૌથી સામાન્ય પ્રકારોમાં ઓસ્ટિયોઆર્થરાઈટિસ અને રીમેટાઈડ અર્થરાઈટિસનો સમાવેશ થાય છે. ઓસ્ટિયોઆર્થરાઈટિસ સાથે સંકળાયેલા કેટલાક જોખમી પરિબળોમાં સંક્રમણ, ઈજા, ઉંમર, જીવનશૈલીનો સમાવેશ થાય છે. નેશનલ હેલ્થ પોર્ટલના ડેટા અનુસાર, તે 22 થી 29 ટકાના દર સાથે દેશમાં સૌથી વધુ વખત થતો રોગ છે.

દરેક પ્રકારના આર્થરાઈટીસમાં અલગ અલગ લક્ષણો હોય છે
એક એક્સપર્ટના જણાવ્યા અનુસાર વિવિધ પ્રકારના સંધિવાના લક્ષણો અલગ-અલગ હોય છે. સાંધામાં દુખાવો અને સોજાથી થાય છે, ધીમે ધીમે સ્થિતિ વધુ ખરાબ થવા લાગે છે. આનાથી દુખાવો, બળતરા, બેચેની, અકડાઈ જવું અને અસરગ્રસ્ત સાંધામાં ધીમે ધીમે નુકશાન થાય છે.  એક અહેવાલ મુજબ, સંધિવા ભારતમાં અપંગતાનું ચોથું સૌથી સામાન્ય કારણ બની રહ્યું છે.

ભારત જેવા વિકાસશીલ દેશોમાં સંધિવાનો અર્થ આજીવિકાનું સંપૂર્ણ નુકશાન થઈ શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં, એવું જાણવા મળ્યું છે કે જાગૃતિના અભાવ, બેદરકારી અને સારી આરોગ્ય સુવિધાઓની પહોંચના અભાવને કારણે, સમયસર રોગની સારવાર થતી નથી.

આ કારણોથી પણ થઈ શકે છે આ બીમારી 
ખરાબ જીવનશૈલી, ખરાબ પોસ્ચરના કારણે પણ આ રોગ થાય છે. જો તમે દિવસભર એક જ જગ્યાએ કામ કરો છો અને પોસ્ચર યોગ્ય ન હોય તો તેનાથી સાંધા પર તણાવ વધે છે. આવી સ્થિતિમાં રક્ત પરિભ્રમણમાં ઘણી વખત ઘટાડો થાય છે. જેના કારણે સ્નાયુઓમાં અકડાઈની સમસ્યા શરૂ થાય છે. સંધિવાથી શરીરના કોઈપણ ભાગના સાંધા અને હાડકામાં દુખાવો થઈ શકે છે.

કઈ રીતે કરી શકાય બચાવ 
ડૉક્ટર આશિષ જણાવે છે કે આર્થરાઈટિસને કારણે લોકોની શારીરિક ગતિવિધિઓ ઘણી ઓછી થઈ જાય છે. જેના કારણે લોકોને મેદસ્વિતા, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે, સમયસર લક્ષણોને ઓળખી લે છે તે આ રોગને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.

સંધિવાના લક્ષણો ધરાવતા લોકોએ કોઈપણ પ્રકારની કસરત કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડૉક્ટરે કહ્યું હોય તો જ વ્યાયામ કરો અને ક્યારેય ખૂબ ભારે વર્કઆઉટ ન કરો. આ સિવાય જો કોઈ વ્યક્તિને સાંધામાં દુખાવો થતો હોય, ચાલવામાં તકલીફ થતી હોય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી.દર્દીઓની રિપ્લેસમેન્ટ આર્થ્રોપ્લાસ્ટી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી દ્વારા સારવાર કરી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ