બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Woman Duped of Rs 18,000 by Asking To Pay Rs 6 by Fake Courier Company in UP

આંખ ઉઘાડતો કિસ્સો / કૂરિયર મંગાવતા લોકો ચેતે, ઠગબાજો હવે આવી રીતે ખાલી કરી રહ્યાં છે બેન્ક એકાઉન્ટ, મહિલાના ગયા હજારો

Hiralal

Last Updated: 08:30 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઠગબાજોએ હવે લોકોને ચૂનો ચોપડવાની નવી રીતે શોધ કાઢી છે અને યુપીમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે.

  • કૂરિયર મંગાવતી વખતે ધ્યાન રાખજો નહીંતર બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી
  • યુપીના લખનઉની મહિલાની સાથે કુરિયર પર થઈ ઠગાઈ
  • સરનામું સાચું લખાવવાને બહાન ઠગબાજ લઈ ગયો 18 હજાર રુપિયા 

નાની મોટી વસ્તુઓ મંગાવવા માટે કૂરિયર એક સારો વિકલ્પ છે પરંતુ હવે કુરિયર પર સામાન મંગાવતી વખતે પણ પૈસાની ઠગાઈ થાય છે અને આવું કોઈની પણ સાથે બની શકે છે. તેની ચેતવણી આપતી એક ઘટના યુપીના લખનઉમાં બની છે. 

સરનામું કન્ફર્મ કરવા 6 રુપિયા માગ્યા, 18000 રુપિયા કપાઈ ગયા 

લખનઉમાં એક શખ્સે કુરિયર આપવાના બહાને એક મહિલા પાસેથી 18 હજાર રુપિયા ખંખેરી લીધા હતા.  જણાવવામાં આવી રહ્યું છે કે કુરિયર મેળવતા પહેલા તેણે મહિલા પાસે માત્ર 6 રૂપિયાની માંગ કરી હતી. મહિલાએ 6 રૂપિયા ચૂકવવા માટે એક લિંક પર ક્લિક કર્યું અને તેના ખાતામાંથી 18,000 રૂપિયાથી વધુ કપાઈ ગયા હતા. લખનઉની નાકા હિંડોલા પોલીસે જણાવ્યું કે, ગણેશગંજના ખુર્શેદબાગ ગેટની રહેવાસી અદિતિ પટેલને એક ઠગનો ફોન આવ્યો હતો. તેણે પોતાની ઓળખ કુરિયર સર્વિસ કંપનીના કર્મચારી તરીકે આપી હતી અને મહિલાને 6 રૂપિયા ચૂકવવાનું કહ્યું હતું.  ઠગબાજે મહિલાને કહ્યું કે પાર્સલ પર લખેલું તેમનું સરનામું ખોટું છે અને સાચું સરનામું લખાવવા માટે મહિલા પાસેથી ખાલી 6 રુપિયા ચુકવવાનું કહ્યું હતું અને સાથે લિંક પણ મોકલી, મહિલા ઠગબાજની વાતમાં આવી ગઈ અને તેણે આપેલી લિંક પર ક્લિક કરતાં જ તેના ખાતામાંથી 18,000થી વધારેની રકમ કપાતા તે ધબકારો ચૂકી ગઈ હતી. 

નાઈજેરિયન ગેંગનો હાથ હોવાની શક્યતા 

પોલીસને આ કિસ્સામાં દેશમાં સક્રિય નાઈજેરિયન ગેંગનો હાથ હોવાનું લાગી રહયું છે. પોલીસમાં ફરિયાદ લખાવતા મહિલાએ કહ્યું કે જ્યારે મેં ચુકવણી કરી ત્યારે મારા બેંક ખાતામાંથી 18,001 રૂપિયા અને 800 રૂપિયા કપાઈ ગયા હતા.છેતરપિંડી કરનારાઓએ મહિલાને કહ્યું હતું કે તેમના પાર્સલ પરનું સરનામું ખોટું લખ્યું છે. આ એડ્રેસને ઠીક કરવા માટે માત્ર 6 રૂપિયા જ ચૂકવવા પડશે. મહિલાને પણ લાગ્યું કે આ તો માત્ર 6 રૂપિયા જ છે. 6 રૂપિયા આપવા માટે મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરતા જ તેનો એકાઉન્ટ મેસેજ ગાયબ થઇ ગયો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ