બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Will there be a big relief in the budget this year? Nirmala Sitaraman hinted about the middle class

Budget 2023 / શું આ વર્ષે બજેટમાં મળશે મોટી રાહત? મિડલ ક્લાસને લઇને નિર્મલા સીતારમણે આપ્યા મોટા સંકેત

Priyakant

Last Updated: 11:04 AM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ લોકસભામાં 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. એવી અપેક્ષા છે કે, સરકાર આવકવેરાની મર્યાદા વધારશે અને મધ્યમ વર્ગના કરદાતાઓ અને અન્ય લોકોને રાહત આપશે

  • કેન્દ્રીય બજેટ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટું નિવેદન
  • વર્તમાન સરકારે તેમના પર કોઈ નવો ટેક્સ લગાવ્યો નથી: નિર્મલા સીતારમણ
  • હું પણ મધ્યમ વર્ગની છું, તેથી હું મધ્યમ વર્ગના દબાણને સમજી શકું છું: નિર્મલા સીતારમણ

કેન્દ્રીય બજેટ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટું નિવેદન સામે આવ્યું છે. સિતારમણે કહ્યું છે, તેઓ મધ્યમ વર્ગના દબાણથી વાકેફ છે. પરંતુ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, વર્તમાન સરકારે તેમના પર કોઈ નવો ટેક્સ લગાવ્યો નથી. નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ લોકસભામાં 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. એવી અપેક્ષા છે કે, સરકાર આવકવેરાની મર્યાદા વધારશે અને મધ્યમ વર્ગના કરદાતાઓ અને અન્ય લોકોને રાહત આપશે. નિર્મલા સીતારમણનું આ પાંચમું બજેટ હશે.

શું કહ્યું નિર્મલા સીતારમણે? 
મહત્વનું છે કે, RSSના મુખપત્ર પંચજન્ય પત્રિકાના એક કાર્યક્રમમાં નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હું પણ મધ્યમ વર્ગની છું, તેથી હું મધ્યમ વર્ગના દબાણને સમજી શકું છું. હું મારી જાતને મધ્યમ વર્ગ સાથે ઓળખું છું, તેથી હું જાણું છું. નાણામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે મધ્યમ વર્ગ પર કોઈ નવો કર લાદ્યો નથી. ઉપરાંત તેમણે કહ્યું કે 5 લાખ રૂપિયા સુધીની આવકને આવકવેરામાંથી મુક્તિ છે.

વધી રહ્યો છે મિડલ ક્લાસ વર્ગ
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, સરકારે 27 શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક વિકસાવવા અને જીવનની સરળતાને પ્રોત્સાહન આપવા 100 સ્માર્ટ સિટી બનાવવા જેવા અનેક પગલાં લીધા છે. નાણામંત્રીએ ખાતરી આપી હતી કે, સરકાર મધ્યમ વર્ગ માટે વધુ કરી શકે છે. કારણ કે તેની વસ્તી વધી રહી છે અને હવે આ વર્ગ ઘણો મોટો થઈ ગયો છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, હું તેમની સમસ્યાઓ સારી રીતે સમજું છું. સરકારે તેમના માટે ઘણું કર્યું છે અને કરતી રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ