બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / Why thousands of people took to the road in Ladakh in minus 20 degree temperature?

લદ્દાખ વિરોધ / VIDEO: માઇનસ 20 ડિગ્રી તાપમાનમાં લદ્દાખમાં કેમ રસ્તા પર ઉતર્યા હજારો લોકો? ઉગ્ર બન્યું આંદોલન

Priyakant

Last Updated: 03:02 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ladakh Protest Latest News: વિરોધની હદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, માઇનસ 20 ડિગ્રી તાપમાનની હાડ થીજવી દે તેવી કડકડતી ઠંડીમાં પણ સ્ત્રી-પુરુષો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે

  • કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા
  • લદ્દાખના લોકોનું કહેવું છે કે, કેન્દ્રશાસિત પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ
  • -20 ડિગ્રી તાપમાનમાં પણ સ્ત્રી-પુરુષો રસ્તા પર ઉતરીને કરી રહ્યા છે વિરોધ

Ladakh Protest : દેશના કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. વાત જાણે એમ છે કે, લદ્દાખ જે સામાન્ય રીતે સૌથી વધુ શાંતિપૂર્ણ હોય છે ત્યાં લોકોને રસ્તા પર ઉતરતા જોઈને આશ્ચર્ય થાય છે. જોકે લોકો માત્ર રસ્તાઓ પર વિરોધ નથી કરી રહ્યા પણ તેમની એક ખાસ માંગ છે. લદ્દાખના લોકોનું કહેવું છે કે, કેન્દ્રશાસિત પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ. નોંધનીય છે કે, 5 ઓગસ્ટ, 2019ના રોજ લદ્દાખને જમ્મુ અને કાશ્મીરથી અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. 

લદ્દાખમાં હજારો લોકોના પ્રદર્શનને કારણે મોટા પાયે દુકાનો બંધ કરવામાં આવી છે. વિરોધનું નેતૃત્વ લેહ એપેક્સ બોડી (LAB) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA) દ્વારા કરવામાં આવી રહ્યું છે. વિરોધની હદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, માઇનસ 20 ડિગ્રી તાપમાનની હાડ થીજવી દે તેવી કડકડતી ઠંડીમાં પણ સ્ત્રી-પુરુષો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ચાલો જાણીશું કે, લદ્દાખમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન પાછળનું સાચું કારણ શું છે. 

શું છે આંદોલનકારીઓની માંગ? 
વાત જાણે એમ છે કે, 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35A દૂર કરવામાં આવી હતી ત્યારે રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું. આમાંથી એક જમ્મુ અને કાશ્મીર હતું જે વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું હતું. આ સાથે લદ્દાખને વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. શરૂઆતમાં લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા પછી તેમાં બહુ વિરોધો થયા ન હતા પરંતુ ધીમે ધીમે વિરોધના અવાજો ઊંચા થવા લાગ્યા, જેનું પરિણામ તાજેતરના વિરોધ છે.

પૂર્ણ રાજ્યના દરજ્જા માટે લડત 
વાસ્તવમાં લદ્દાખના લોકોનું કહેવું છે કે, તેઓને પૂર્ણ રાજ્યનો દરજ્જો જોઈએ છે. લોકો અહીંની નોકરિયાતશાહીથી કંટાળી ગયા છે અને જનતાને તેમના પ્રતિનિધિઓને ચૂંટવાની તક મળવી જોઈએ તેવી માંગ કરી છે. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે રાજ્ય પૂર્ણ રાજ્ય બનશે. LAB અને KDA લદ્દાખના બે પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે અને આ દિવસોમાં તેઓ લોકોને ભેગા કરીને પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે. બંને ઓગસ્ટ 2021માં સાથે આવ્યા હતા જેથી વિરોધનો અવાજ ઉઠાવી શકાય. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by The Tatva (@thetatvaindia)

વધુ વાંચો: ઉત્તર પ્રદેશમાં ઝડપાયો ISI એજન્ટ: ATSએ મેરઠમાંથી કરી ધરપકડ, પાકિસ્તાનને આપતો હતો જાણકારી

લદ્દાખમાં વિરોધ કરી રહેલા લોકોની મુખ્ય માંગણીઓ કેન્દ્રશાસિત પ્રદેશને સંપૂર્ણ રાજ્ય બનાવવા, બંધારણની છઠ્ઠી સૂચિને લાગુ કરવા અને લેહ અને કારગિલ જિલ્લાઓ માટે અલગ સંસદીય બેઠકો સ્થાપિત કરવાની છે. છઠ્ઠી અનુસૂચિ હેઠળ આદિવાસી વિસ્તારોમાં સ્વાયત્ત જિલ્લાઓ બનાવવાની જોગવાઈ છે. લદ્દાખમાં પણ અનેક પ્રકારની આદિવાસીઓ રહે છે તેથી આ માંગ વધુ વધી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ