why does modi compare the country with pakistan says Mamata Banerjee
કટાક્ષ /
આ રાજ્યના મુખ્યમંત્રીએ PM મોદીને કહ્યું કે, પાકિસ્તાન સાથે કેમ કરો છો ભારતની તુલના
Team VTV04:56 PM, 03 Jan 20
| Updated: 04:57 PM, 03 Jan 20
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા સવાલ કર્યો હતો કે તેઓ ભારતની તુલના પાકિસ્તાન સાથે વારંવાર કેમ કરી રહ્યા છે.
મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી મોદી પર સાધ્યું નિશાન
ભારતની તુલના પાક સાથે કરી રહ્યો છો કેમ
મમતાએ સુધારેલા નાગરિકતા અધિનિયમ (caa) ના વિરોધમાં સિલિગુડીમાં આયોજીત એક રેલીમાં કહ્યું હતું કે આ શરમજનક વાત છે કે આઝાદીના 70 વર્ષ પછી પણ લોકોને તેમની નાગરિકતા સાબિત કરવી પડશે.
બંન્ને નેતાઓ આપી રહ્યા છે વિરોધાભાસી નિવેદન
તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂછ્યું કે, 'ભારત એક મોટો દેશ છે, જેની સંસ્કૃતિ અને વારસો સમૃદ્ધ છે. શા માટે તમે દરેક કેસમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરો છો? ”તેમણે ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે તેઓ જાણી જોઈને રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝન (NRC) ના અમલીકરણ અંગે ભ્રમ ઉભો કર્યો છે, તેમના નેતાઓ એકબીજા વિરોધાભાસી નિવેદનો આપી રહ્યા છે.
તેમણે કહ્યું, "એક તરફ પ્રધાનમંત્રી કહી રહ્યા છે કે એનઆરસી લાગુ નહીં થાય, બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને અન્ય મંત્રીઓ દાવો કરી રહ્યા છે કે આ પ્રક્રિયા દેશભરમાં લાગુ કરવામાં આવશે."