બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / why do we light ghee and oil lamps on night of diwali 2023

આસ્થા / Diwali 2023: શું તમે જાણો છો કે દિવાળીની રાત્રે કેમ ઘી અને તેલનો દીવો કરાય છે? નથી ખ્યાલ ને! તેની પાછળ રહેલું છે રોચક તથ્ય

Arohi

Last Updated: 08:43 AM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diwali 2023: ધાર્મિક માન્યતા છે કે આ દિવસે પ્રભુ રામ અયોધ્યા પરત ફર્યા હતા. અયોધ્યા વાસિઓએ દિવા કરીને પ્રભુ રામનું સ્વાગત કર્યું હતું. દિવાળીના દિવસે દિવા કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે.

  • દિવાળી પર કેમ કરવામાં આવે છે દિવા? 
  • દિવાળી પહેલાથી લોકો શરૂ કરી દે છે તેની તૈયારી   
  • ઘરે થાય છે માતા લક્ષ્મીનું આગમન 

સનાતન ધર્મમાં દિવાળીનો પર્વ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સનાતન ધર્મને માનતા લોકો દિવાળી પહેલા તેની આતુરતાથી રાહ જોતા હોય છે. હિંદુ પંચાગ અનુસાર કાર્તક મહિનાની અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. આ તહેવારને ઉજવવા માટે લોકો પહેલાથી જ તૈયારી શરૂ કરી દે છે. તેમકે નવા દિવા ખરીદવા ઘરની સાફ-સફાઈ કરવી, ઘરમાં રંગોળી કરવી, અલગ અલગ પ્રકારના પકવાન બનાવવા વગેરે.

ધાર્મિક માન્યતા છે કે આ દિવસે પ્રભુ રામ અયોધ્યા પરત ફર્યા હતા જેની ખુશીમાં અયોધ્યા વાસિઓએ દિવા કરીને પ્રભુ રામનું સ્વાગત કર્યું હતું. દિવાળીના દિવસે દિવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. 

માતા લક્ષ્મીના સ્વાગત માટે લોકો દિવાળીના દિવસે ઘર પર દિવો કરે છે. અમાસ પર દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. આ કારણે દિવો કરીને અંધારાને દૂર કરવામાં આવે છે. અમાસ તિથિના દિવસે એક દિવો ઘીનો અને બાકી દિવા તેલના કરવાની પરંપરા છે. 

તેલના દિવા કરવાના ફાયદા 
ઘરમાં માટીના દિવામાં સરસવનું તેલ નાખીને દિવો કરવાથી શનિ અને મંગળ ગ્રહ મજબૂત થાય છે. તેના સાથે જ આ ગ્રહો દ્વારા આવી રહેલી સમસ્યાઓથી મુક્તિ મળે છે. ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. તેના સાથે જ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને સુખ-શાંતિનો વાસ થાય છે. 

ઘીના દિવા કરવાનો ફાયદો 
દિવાળી પર ઘીનો દિવો કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ગાયના ઘીનો દિવો કરવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. આ દિવસે ઘીનો દિવો કરવાથી વ્યક્તિના ઘરની પ્રગતિ થાય છે. ઘરમાં ધન-ધાન્યની કમી નથી થતી. આજ કારણ છે કે દિવાળીના દિવસે પૂજા વખતે સૌથી પહેલા માતા લક્ષ્મીને ઘીનો દિવો કરવો જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ