બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Why did MS Dhoni comapre Deepak Chahar with drugs Know the interesting reason behind this
Megha
Last Updated: 01:30 PM, 11 July 2023
ADVERTISEMENT
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ આ વર્ષે રમાયેલી IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વખત વિજેતા બનાવ્યું હતું. નોંધનીય છે કે દીપક ચહરે એમએસ ધોનીની કપ્તાની હેઠળ ચેન્નાઈ માટે સારું પ્રદર્શન કર્યું અને સિઝનમાં 10 મેચમાં કુલ 13 વિકેટ લીધી. આ બોલરને ધોનીની ખૂબ નજીક માનવામાં આવે છે. એવામાં હાલ એમએસ ધોનીએ દીપક ચહર વિશે એક રમુજી નિવેદન આપ્યું છે.
MS Dhoni said "Deepak Chahar is like a drug, if he is not there, you would think, where is he - if he is around, you would think, why he is here - good part is that he is maturing but he takes time & that is the problem, in my lifetime, I won't see him matured (smiles)". pic.twitter.com/BD2NoQCfcn
— Johns. (@CricCrazyJohns) July 10, 2023
ADVERTISEMENT
દીપક ચહર એક ડ્રગની જેમ છે
આઈપીએલ 2023માં સીએસકેને વિજેતા બનાવનાર એમએસ ધોનીએ સાથી ખેલાડી દીપક ચહર વિશે કહ્યું કે 'દીપક ચહર એક ડ્રગની જેમ છે. જો તે ત્યાં ન હોય તો તમે વિચારશો કે તે ક્યાં છે. જો તે આસપાસ ન હોય તો એ તમે વિચારશો કે તે અહીં શા માટે છે. સારી વાત એ છે કે તેઓ મેચ્યોર થઈ રહ્યા છે પણ તેને સમય લાગે છે અને એ જ સમસ્યા છે. ' ધોનીએ હસતાં હસતાં કહ્યું કે, 'હું મારા જીવનકાળમાં તેને ક્યારેય મેચ્યોર નહીં જોઉં '
ધોનીએ ફિલ્મ LMGનું ટ્રેલર અને ઓડિયો લોન્ચ કર્યો
જણાવી દઈએ કે કેપ્ટન કૂલ એમએસ ધોનીએ 10મી જુલાઈએ ચેન્નાઈમાં એક ઈવેન્ટ દરમિયાન LMGનું ટ્રેલર અને ઑડિયો લૉન્ચ કર્યો હતો. તે એક પારિવારિક મનોરંજન છે જેમાં હરીશ કલ્યાણ અને ઇવાના મુખ્ય ભૂમિકામાં છે. આ ઈવેન્ટમાં ધોની અને સાક્ષીએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન તેણે દીપક ચહર વિશે એક મજેદાર નિવેદન આપ્યું હતું.
Happy birthday mahi bhai 🤗🥳 keep playinggggggg #happybirthday #badebhaiya @msdhoni pic.twitter.com/WTCCergPcW
— Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) July 7, 2023
ધોનીએ પોતાની ફિલ્મ વિશે માહિતી આપી હતી
પોતાની ફિલ્મ વિશે વાત કરતા એમએસ ધોનીએ કહ્યું કે 'મારું ટેસ્ટ ડેબ્યૂ ચેન્નાઈમાં થયું હતું અને ટેસ્ટ ક્રિકેટમાં મારો શ્રેષ્ઠ સ્કોર ચેન્નાઈમાં જ હતો. હવે મારી પ્રથમ પ્રોડક્શન ફિલ્મ પણ તમિલમાં બની રહી છે અને ચેન્નાઈ મારા માટે ખૂબ જ ખાસ છે.
દીપક ચહરની આઈપીએલ કારકિર્દી
જો આપણે દીપક ચહર વિશે વાત કરીએ, તો તે વર્ષ 2018 થી સતત IPLમાં CSK માટે રમી રહ્યો છે. ઈજાના કારણે તે વર્ષ 2022માં રમી શક્યો ન હતો. પરંતુ તેણે શાનદાર પુનરાગમન કર્યું અને વર્ષ 2023માં 10 મેચમાં 13 વિકેટ લીધી. વર્ષ 2019માં આ બોલરે શાનદાર પ્રદર્શન કર્યું અને 17 મેચમાં 22 વિકેટ લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy 2025 / ચેમ્પિયન્સ ટ્રોફીમાં જસપ્રીત બુમરાહનું રમવું શંકાસ્પદ, આ દિવસે લેવાઈ શકે નિર્ણય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.