બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Which BJP leader sought a ticket for his family in the local body elections?
Shyam
Last Updated: 11:54 PM, 28 January 2021
ADVERTISEMENT
ભાજપના નેતાઓના મુખેથી કોંગ્રેસ માટે તો પરિવારવાદનો શબ્દ ખુબ સાંભળ્યો હશે. પરંતુ હવે ભાજપમાં પણ પરિવારવાદ પગપેસારો કરી રહ્યો છે. કારણ કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ ભાજપના નેતાઓએ પોત-પોતાના સગા-સંબંધીઓ માટે ટિકિટોની માગણી કરી છે. માત્ર નેતાઓ જ નહીં મંત્રીઓએ પણ ટિકિટની માગણી કરી છે.
ADVERTISEMENT
પરિવારવાદ શબ્દ સંભળાય એટલે આપણને કોંગ્રેસની યાદ આવે છે. કોંગ્રેસના કર્તાધરતા ગાંધી પરિવારની યાદ આવશે. કારણ કે, આ શબ્દો ભાજપના નેતાઓના મોઢે અનેક વાર સાંભળીએ છીએ. સાંભળીને હવે તો નાના બાળકોને પણ યાદ રહી ગયા છે. પરંતુ જે ભાજપના દિગ્ગજ નેતાઓ પરિવારવાદની વાતો કરતા હતા. પરિવારવાદને લઈને કોંગ્રેસ પર ચડાઈ કરતા હતા. હવે તે જ નેતાઓએ પરિવારવાદ શરૂ કર્યો છે.
પરિવારવાદ ભલે ભાજપના દિગ્ગજ નેતાઓ લોકોને આ શબ્દથી અત્યાર સુધી કોંગ્રેસ સામે ઉક્સાવતા રહ્યા. પરંતુ ભાજપના જ નેતાઓએ આજે એકવાત સાબિત કરી દીધી છે કે, ભાજપમાં પણ મુળિયાથી જ પરિવારવાદ ફળ્યો ફૂલ્યો છે.
ભાજપના કયા નેતાએ પરિવાર માટે માગી ટિકિટ?
નેતા પરિવારજન
કુંવરજી બાવળિયા, કેબિનેટ મંત્રી નિરાંતબેન ધોલીયા માટે ટિિ>ટની માગ
મધુ શ્રીવાસ્તવ, ધારાસભ્ય, વડોદરા પુત્ર, પુત્રી અને પત્ની માટે ટિકિટ માગી
શૈલેષ મહેતા, ધારાસભ્ય, ડભોઈ પુત્ર ધ્રુમિલ માટે ટિકિટ માગી
અભેસિંહ તડવીસ ધારાસભ્ય, સંખેડા પુત્ર દિવ્યાંગ માટે ટિકિટ માગી
રંજનબેન ભટ્ટ, સાંસદ બહેન પન્ના દેસાઈ માટે ટિિ>ટ માગી
રામસિંહ રાઠવા, પૂર્વ સાંસદ પુત્રી માટે ટિકિટ માગી
સુનિલ સોલંકી, પૂર્વ મેયર જમાઈ માટે ટિકિટ માગી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.