Biporjoy Cyclone In Gujarat News: બિપોરજોય વાવાઝોડાને લઈ સ્કાયમેટનું અનુમાન, ઉત્તર-પશ્ચિમ દિશા ઓમાન તરફ આગળ વધશે વાવાઝોડું, 50 થી 70 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે
બિપોરજોય વાવાઝોડાને લઈ સ્કાયમેટનું અનુમાન
હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નહીં
ઉત્તર-પશ્ચિમ દિશા ઓમાન તરફ આગળ વધશે વાવાઝોડુંઃ સ્કાયમેટ
વાવાઝોડું આગળ જતા આવતીકાલથી 2 દિવસ ભારે પવન ફૂંકાશેઃ સ્કાયમેટ
ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર ભારે પવન ફૂંકાશેઃ સ્કાયમેટ
બિપોરજોય વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડાને લઈ સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. સ્કાયમેટ અનુસાર હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી. આ સાથે કહ્યું કે, વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશા ઓમાન તરફ આગળ વધશે. વાવાઝોડું આગળ જતા આવતીકાલથી 2 દિવસ ભારે પવન ફૂંકાશે.
હવામાનની આગાહી કરી ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી. આ સાથે આગાહી કરી છે કે, વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશા ઓમાન તરફ આગળ વધતું હોઇ આવતીકાલથી 2 દિવસ ભારે પવન ફૂંકાશે. જેમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર 50 થી 70 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. સ્કાયમેટ અનુસાર 10 અને 11 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને છૂટોછવાયો વરસાદ રહેશે.
ક્યાં પહોંચ્યું 'બિપોરજોય'?
ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાના ખતરાની સંભાવના વચ્ચે આ વાવાઝોડું હાલ વેરાવળથી 900 કિમી દૂર છે. આ તરફ સાવચેતીના ભાગરૂપે બંદરો પર 2 નંબરના સિગ્નલ લગાવાયા છે. આ સાથે તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અને માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે.
વાવાઝોડાને લઈ વરસાદ થવાની સંભાવના
બિપોરજોય વાવાઝોડું હાલ ગોવાથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 870 કિમી દૂર છે. આ સાથે મુંબઈથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 930 કિમી દૂર છે. આ તરફ હવે આગામી 3 દિવસ વાવાઝોડું ઉત્તર, ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. જેને લઈ હવે આ વાવાઝોડાને કારણે વરસાદ થવાની સંભાવના છે.