બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / When will the price of cotton be available? How will farmers find their expenses?

મહામંથન / કપાસનો ભાવ ક્યારે મળશે? કઈ રીતે પોતાનો ખર્ચ કાઢશે ખેડૂતો?

Vishal Khamar

Last Updated: 10:21 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતોને કપાસના ભાવ મળતા નથી. સારી ગુણવત્તાના કપાસના પણ ઓછા ભાવ છે. કેટલીક જગ્યાએ માર્કેટયાર્ડમાં હોબાળાના બનાવ પણ બન્યા છે. ખેડૂતોએ કરેલો ખર્ચ ન નિકળે એવી સ્થિતિ ઉદભવી છે. કપાસના ભાવ ઘટવા પાછળનું કારણ શું?

 ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ એ દર વર્ષે થતી સમસ્યાઓમાની એક છે. મોટેભાગે એવુ બને છે કે ખેડૂતને વાવેતરમાં થતો ખર્ચ એટલો હોય છે કે સામે પક્ષે મળતો ભાવ પૂરતો હોતો નથી. આ વર્ષે પણ એવી જ સ્થિતિ થઈ. ગત વર્ષે જે કપાસના ભાવ 1500 થી 1600 રૂપિયા મળતા હતા તે આ વર્ષે મણદીઠ 1300 થી 1400 રૂપિયા જેટલા જ મળે છે. વધુ દુખની વાત એ છે કે સારી ગુણવત્તાના કપાસના ભાવ પણ 1300 થી 1400 રૂપિયા જેટલા જ છે. વરસાદ અને વાવાઝોડા ઉપરાંત અન્ય પરિબળો પણ છે કે જેના કારણે ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ નથી મળતા. 

  • ખેડૂતોને કપાસના ભાવ નથી મળતા
  • સારી ગુણવત્તાના કપાસના પણ ઓછા ભાવ
  • કેટલીક જગ્યાએ માર્કેટયાર્ડમાં હોબાળાના બનાવ પણ બન્યા

કપાસના માગ અને પુરવઠાનું સંતુલન ખોરવાયું છે કે પછી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉત્પાદન વધ્યું છે જેથી અન્ય દેશમાંથી કપાસની ખરીદીનું પ્રમાણ વધ્યું છે. કારણો અનેક છે પણ વધુ ભાવની આશા રાખીને બેઠેલા ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ નથી મળતા તે હાલ દીવા જેવી હકીકત છે. ગત વર્ષે જે 2 હજાર રૂપિયાથી વધુનો ભાવ કપાસનો મણદીઠ બોલાતો હતો તે આ વર્ષે તળિયે કેમ બેસી ગયો. સરકારે આયાત-નિકાસ અંગે કોઈ ચોક્કસ નીતિ નક્કી કરવાની જરૂર છે કે કેમ. ખેડૂતોએ પણ વધુ ભાવની આશા રાખવા કરતા યોગ્ય ભાવને ઓળખવો જરૂરી છે.

કપાસના ભાવની સ્થિતિ શું?  
1 મણનો ભાવ  
ગત વર્ષે 1600 થી 1800 રૂપિયા
ચાલુ વર્ષે 1300 થી 1400 રૂપિયા

કપાસના ઓછા ભાવનું કારણ શું?
વરસાદ અને વાવાઝોડાથી પાકને નુકસાન થાય છે. તેમજ  અનેક જગ્યાએ કપાસમાં રોગ લાગુ પડ્યો.  પાકને નુકસાનથી ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.  અન્ય દેશમાં પણ કપાસનું મબલખ ઉત્પાદન થયું છે.  ચીનમાં સસ્તા ભાવે કપાસનું વેચાણ કર્યું. 

ખેડૂતનો ખર્ચ કેમ નિકળે?
1 વીઘા કપાસમાં ઉતારો
20 મણ
 
1 થેલી DAP ખાતરનો ખર્ચ
આશરે 1300 રૂપિયા
 
1 વીઘામાં દવા, બિયારણનો ખર્ચ
આશરે 300 રૂપિયા
 
વિણાટ કામનો મણદીઠ 1 વ્યક્તિનો ખર્ચ
આશરે 200 રૂપિયા
 
ખેતરથી યાર્ડનું ભાડું
આશરે 225 રૂપિયા
 
યુરિયા ખાતરની 1 થેલી
600 રૂપિયા
સિઝનમાં 3 થેલી નાંખવી પડે
 
4 માણસની મજૂરી
પ્રતિ દિવસ 2000 રૂપિયા
4 મહિના સુધી કામ ચાલે
 
મણના 1400 રૂપિયા લેખે આવક
20 મણના 28000

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ