બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / When the youth leader of Gujarat gave an open warning to PM Indira

રાજનીતિનો ઈતિહાસ / જ્યારે ગુજરાતના યુવા નેતાએ PM ઈન્દિરાને આપી હતી ખુલ્લી ચેતવણી, 1 વર્ષમાં છીનવાઇ ગઈ હતી ગુજરાત CMની ખુરશી

Priyakant

Last Updated: 04:41 PM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક યુવા નેતાએ પીએમ ઇન્દિરાને ખુલ્લો પડકાર આપ્યો અને એક જ વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી છીનવાઇ ગઈ

  • ચીમનભાઈ પટેલે 18 જુલાઇ 1973ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા 
  • પાટીદાર સમાજમાંથી પ્રથમ વાર મુખ્યમંત્રી બન્યા હતા ચીમનભાઈ પટેલ
  • પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ 9 ફેબ્રુઆરી 1974ના રોજ તેમને પદ પરથી હટાવી દીધા

ગુજરાતમાં હાલ વિધાનસભાની ચુંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે. તેવામાં ગુજરાતના ઇતિહાસમાં એક વાર એવું બન્યું હતું કે, જ્યારે એક યુવા નેતાએ પીએમ ઇન્દિરાને ખુલ્લો પડકાર આપ્યો અને એક જ વર્ષમાં ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી છીનવાઇ ગઈ હતી. ઇતિહાસ ઉપર નજર કરીએ તો 1972ની સાલમાં ગુજરાતમાં ચોથી વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જે બાદમાં કોંગ્રેસે 168 સભ્યોની વિધાનસભામાં 140 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી. 

ધનશ્યામ છોટાલાલ ઓઝાએ 17 માર્ચ 1972ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે યૂથ કોંગ્રેસના નેતા ચીમનભાઈ પટેલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બનવા માંગતા હતા પરંતુ તેમના સમર્થનમાં ઓછા ધારાસભ્યો હતા. લગભગ નવ મહિના બાદ જૂન 1973 સુધીમાં કોંગ્રેસના અડધા ધારાસભ્યો ચીમનભાઈ પટેલના સમર્થનમાં આવી ગયા હતા. છતાં પટેલ બહુમતીથી દૂર હતા. આમ છતાં તેઓ મુખ્યમંત્રી પદ માટે પોતાનો દાવો રજૂ કરવા બેચેન હતા

PM ઇન્દિરા ગાંધીને મળ્યા હતા ચીમનભાઈ પટેલ

આ સમય દરમ્યાન ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતા. PM ઇન્દિરા ગાંધી જ્યારે મુંબઈની મુલાકાતે રાજભવનમાં હતા ત્યારે ચીમનભાઈ પટેલ તેમણે મળવા ગયા હતા. ચીમનભાઈ પટેલ અને ઇન્દિરા ગાંધી વચ્ચેની મુલાકાત સરળ નહોતી. ત્યારે પટેલે ઇન્દિરા ગાંધીને પડકાર ફેંકતા કહ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભા પક્ષના નેતા કોણ હશે તે તમે નક્કી કરી શકતા નથી. તેનો નિર્ણય ત્યાંના ધારાસભ્યો કરશે. ત્યારે ઇન્દિરા ગાંધીએ ચીમનભાઈ પટેલનો વિરોધ કર્યો ન હતો અને તેમણે ગુજરાતના પ્રભારીને મળવા જણાવ્યું હતું. 

જોકે તે સમયે સરદાર સ્વરણસિંહ ગુજરાતનો હવાલો સંભાળતા હતા અને કેન્દ્ર સરકારમાં વિદેશમંત્રી હતા. ત્યારે સ્વરણસિંહે ગુજરાતની આ સમસ્યાના નિવારણ માટે ગુપ્ત મતદાનનું સૂચન કર્યું હતું. આવું પહેલા ક્યારેય બન્યું નહોતું. સવર્ણં સિંહની વટ પાર્ટી નેતૃત્વએ સ્વીકારી લીધી હતી. સિંઘ પોતે ગુજરાત ગયા હતા અને ત્યાં ગુપ્ત મતદાન કરાવ્યું હતું. પરંતુ ટેની ગણતરી દિલ્હીમાં કરવામાં આવી હતી. આ ગુપ્ત મતદાનમાં ચીમનભાઈ પટેલ એ કાંતિલાલ ધિયા સામે 7 મતથી વિજય બન્યા હતા. 

મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને બાદમાં સરકાર પડી 

આ પછી ચીમનભાઈ પટેલે 18 જુલાઇ 1973ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ પાટીદાર સમાજમાંથી મુખ્યમંત્રી બનનારા પ્રથમ વ્યક્તિ બન્યા હતા. ચીમનભાઈ પટેલ લાંબા સમય સુધી આ પદ સંભાળી શક્ય ન હતા. ઇન્દિરા ગાંધી મળવા અને પડકાર ફેંકવાની કિમત પણ તેમણે ચૂકવવી પડી હતી. મોંઘવારી અને ભ્રષ્ટાચારના આરોપમાં પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ 9 ફેબ્રુઆરી 1974ના રોજ  તેમને પદ પરથી હટાવી દીધા અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધું હતું. રાજ્યમાં નવનિર્માણ આંદોલનને ધ્યાનમાં રાખીને ઇન્દિરા ગાંધીએ પણ તેમણે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. 

જોકે આ પહેલા ગાંધીએ  તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપવા કહ્યું હતુ, પરંતુ પટેલે તેમ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે ચીમનભાઈ પટેલને પક્ષ વિરોધો પ્રવુત્તિમાં સામેલ થવા બદલ કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ એ જ અઠવાડિયે ઉત્તર પ્રદેશમાં જીત મેળવી અને નવી રાજકીય સત્તા મેળવી. ચીમનભાઈ પટેલ 4 માર્ચ, 1993 ના રોજ જનતા દળ- ભાજપ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરીને ફરી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. રથયાત્રા દરમ્યાન બિહારમાં એલ. કે. અડવાણીની ધરપકડ બાદ 25 ઓકટોબર 1990ના રોજ ગઠબંધન તૂટયું ત્યારે તેઓ કોંગ્રેસના ટેકથી પોતાની ખુરશી બચાવવામાં સફળ રહ્યા હતા. બાદમાં પટેલને કોંગ્રેસમાં ફરી જોડાયા અને 17 ફેબ્રુઆરી 1994ના રોજ તેમના અવસાન સુધી કોંગ્રેસમાં રહ્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ