બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / WhatsApp number announced by CM office

સુવિધા / હવે ડાયરેક્ટ CMOને કરી શકશો ફરિયાદ: ગુજરાતના CMO કાર્યાલયે જાહેર કર્યો WhatsApp નંબર

Dinesh Chaudhary

Last Updated: 10:35 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા વોટ્સએપ નંબર 7030930344 જાહેર કરાયો છે, જે વોટ્સએપ નંબર પર અરજી અને ફરિયાદ કરી શકાશે

  • CM કાર્યાલયથી જાહેર કરાયો વોટ્સએપ નંબર
  • 7030930344 વોટ્સએપ નંબર જાહેર
  • લોકો વોટ્સએપના માધ્યમથી કરી શકશે ફરિયાદ


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બીજીવાર સત્તા સંભાળ્યા પછી સતત નવા લોકોપયોગી નિર્ણયો લઈ રહ્યાં છે. ફરી એકવાર નાગરકોના હિતકારી નિર્ણય લીધો છે અને જેમાં દરેક નાગરિક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડી શકાય તેવો પ્રજાપ્રિય નિર્ણય લેવામાં આવ્યો છે. કાર્યલાય સાથે જોડવવા માટે એક વોટ્સએપ નંબર પણ બહાર પડવામાં આવ્યો છે.

CM કાર્યાલયથી જાહેર કરાયો વોટ્સએપ નંબર
મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કાર્યાલય સાથે જોડાવવા એક વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. જે વોટ્સએપના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા સંપર્ક કરી શકાશે. જેના મારફતે વિવિધ રજૂઆતો, અરજી, ફરિયાદ સહિતની બાબતો મુખ્યમંત્રી સુધી પહોંચાડી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે. જે વોટ્સએપ નંબર 7030930344 જાહેર કરાયો છે. 

‘CMO વોટ્સએપ બોટ’
વોટ્સએપ બોટના માધ્યમથી નાગરિકો પોતાના સ્માર્ટ ફોન વડે ‘સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ માટેનું માર્ગદર્શન મેળવી શકશે. એટલું જ નહિ,   ‘વોટ્સએપ બોટ’ દ્વારા નાગરિકો મુખ્યમંત્રીની મુલાકાત માટેનો સમય માંગવાના સંપર્ક સુત્રની તેમજ મુખ્યમંત્રી રાહત નીધિનો લાભ મેળવવા માટેની માહિત મેળવી શકશે.  આ ઉપરાંત વોટ્સએપ બોટ અંતર્ગત ‘‘રાઇટ ટુ-સી.એમ.ઓ’’ “Write to CMO” ફીચરનો ઉપયોગ કરીને નાગરિકો પોતાના સૂચન-રજુઆતો મુખ્યમંત્રીને સીધી જ મોકલી શકશે. વોટ્સ એપ બોટ દ્વારા નાગરિકો મુખ્યમંત્રી કાર્યાલય કે મુખ્યમંત્રીનો સંપર્ક કરી શકે તે માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. 

વોટ્સએપ બોટ ડીજિટલ પહેલ
આ VMS મોડ્યુલ મુલાકાતીઓના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે, વિભાગીય સ્તરે કે પછી ઉચ્ચ અધિકારી સ્તરે નિરાકરણ થઇ શકતું હોય તે મુજબનું વર્ગીકરણ કરી તેના સમાધાન માટે ઉપયોગી બનશે. આ મોડ્યુલ દ્વારા જન સામાન્યને તેમના પ્રશ્નોના નિરાકરણ માટેનું માર્ગદર્શન પણ મળશે અને મુખ્યમંત્રીશ્રી વધુને વધુ નાગરિકોનો સીધો સંપર્ક કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂ કરાવેલું ત્રીજુ મોડ્યુલ ‘CMO વોટ્સએપ બોટ’ વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમને વધુ લોકભોગ્ય બનાવવાની ડીજિટલ પહેલ છે. 

વિહાર ગામના પંચાયતની સરપ્રાઈઝ વિઝિટે લીધી હતી 
અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાતે લોકોની વચ્ચે જઈ મુલાકાત શરૂ કરી હતી. થોડા દિવસ અગાઉ વિવિધ ગામોની મુલાકાત લીધી હતી જેમા તેમણે વિહાર ગામના પંચાયત ઘરની પણ મુલાકાત લીધી હતી અને લોકોના વિવિધ સમસ્યાઓ સાંભળી હતી. તમને જણાવી દઈએ કે, તેમણે ગાંધીનગરના માણસા પાસે બાપુપુરા ગામની પણ મુલાકાત લીધી હતી.

ગ્રાઉન્ડ લેવલે ઉતર્યા હતા ખુદ મુખ્યમંત્રી 
થોડા દિવસ અગાઉ માણસાના બાપુપુરા ગામે આંગણવાડી અને પંચાયતઘરની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ સ્થાનિક ગ્રામજનો સાથે પણ વાતચીત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રાઉન્ડ લેવલે સમસ્યા જાણવા ખુદ મેદાને ઉતર્યા હોય તેવું સામે આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ સમસ્યાઓને સમજવાનો અને સિસ્ટમને વધુ સરળ બનાવવાનો છે અને હવે નાગરિકો સાથે સિધો જ સંપર્ક સાધવા માટે તેમના કાર્યલયનો વોટ્સએપ નંબર જાહેર કરાયો છે
 

સંકળાયેલા મુદ્દાઓ

CMO કાર્યાલય ગાંધીનગર જાહેર કરાયો મુખ્યમંત્રી કાર્યાલય વોટ્સએપ નંબર સોશિયલ મીડિયા gandhinagar
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ