બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / What to do to achieve the resolution of Ram Rajya, how much our responsibility for national consciousness has increased

મહામંથન / રામરાજ્યનો સંકલ્પ સિદ્ધ કરવા શું કરવું? રાષ્ટ્રચેતના માટે આપણી જવાબદારી કેટલી વધી?

Dinesh

Last Updated: 10:09 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પછી વિચક્ષણ વ્યક્તિને છાજે એ રીતે પ્રધાનમંત્રી મોદીએ પણ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ દેશવાસીઓને અટકી ન જવા અપીલ કરી

  • રામથી રાષ્ટ્રચેતનાનો સંકલ્પ સિદ્ધ થશે?
  • દેવથી દેશ, રામથી રાષ્ટ્રચેતનાનો કરો વિસ્તાર
  • PMનો ભવ્ય ભારત નિર્માણનો સંકલ્પ


ભૂતકાળમાંથી શીખવું, ભવિષ્યનું આયોજન કરવું પણ વર્તમાનમાં રહેવું. આ વાત કદાચ આપણા વડવાઓએ પ્રભુ શ્રીરામ અને તેના રામરાજ્યમાંથી જ સહસ્ત્રાબ્દીઓથી શીખી હશે અને જ્ઞાનની સરવાણી રૂપે આપણા સુધી પહોંચી હશે. સદીઓની ઈંતેજારી પછી રામલલાની પ્રાણપ્રતિષ્ઠા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે થઈ. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પછી વિચક્ષણ વ્યક્તિને છાજે એ રીતે પ્રધાનમંત્રી મોદીએ પણ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ દેશવાસીઓને અટકી ન જવા અપીલ કરી અને સાથે જ સ્પષ્ટ સવાલ કર્યો કે રામલલા તો મંદિરમાં આવી ગયા પણ આગળ શું?. પ્રધાનમંત્રીએ જે સવાલ કરવાની સાથે દેવથી દેશ અને રામથી રાષ્ટ્રચેતનાની વાત કરી તેનો જવાબ એ આગળ શું તેના સવાલમાંથી જ સૌએ મેળવવાનો છે. હવે દરેક દેશવાસીએ પોતાના આરાધ્ય દેવ શ્રીરામની ગરિમા વધે એ રીતે વર્તવું પડશે. ભગવાન શ્રીરામે તેના જીવનમાં નિરાશાને ક્યારેય સ્થાન નથી આપ્યું અને દરેક ભારતવાસીએ પણ પોતાના જીવનમાંથી નિરાશા જો હશે તો ખંખેરી લેવી પડશે. રામરાજ્ય જેમ એક આદર્શ શાસન વ્યવસ્થા હતી એવી જ શાસન વ્યવસ્થા અથવા તો એનાથી પણ વધુ સારી વ્યવસ્થા બનાવવાની જવાબદારી વર્તમાન અને ભવિષ્યના શાસકોની રહેવી જોઈએ. સુદ્રઢ શાસન વ્યવસ્થા, આદર્શ જીવનચરિત્ર, ઉત્કૃષ્ટ સમાજ કેવો હોય તેના જવાબ મોટેભાગે ભગવાન રામ અને રામાયણમાંથી મળી જ જાય છે. સમુદ્રમાં પુલ નિર્માણમાં નાની એવી ખિસકોલીનો પ્રયાસ હોય કે પછી રાવણ સામે મૃત્યુ નિશ્ચિત જ છે તેવું સુપેરે જાણતા હોવા છતા એક સ્ત્રીની લાજ માટે જીવનની આહૂતિ આપનાર જટાયુ હોય, દરેક સ્થિતિમાં આદર્શ ચરિત્ર જ દેવથી દેશ અને રામથી રાષ્ટ્રની ચેતનાના સંચારમાં મદદરૂપ થશે. રામલલાની ભલે બાળસ્વરૂપ રામમંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થયું પરંતુ હવે સમગ્ર દેશવાસીઓ પર બહુ મોટી જવાબદારી આવી છે અને તે છે રાષ્ટ્ર ચેતનાના વિસ્તારની.

સદીઓની ઈંતેજારીનો અંત
રામલલા અવધમાં પધાર્યા છે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો છે. રામલલા આવ્યા અને સાથે જવાબદારી પણ લાવ્યા છે. ભારતને વિશ્વગુરુ બનાવવાની આપણી જવાબદારી વધી ગઈ છે. પ્રધાનમંત્રીએ પણ દેશવાસીઓને દ્રઢ સંકલ્પની વાત કરી કે, રામમંદિર જેટલી જ ભવ્યતાથી દેશને મજબૂત કરવો જરૂરી છે. રામ અયોધ્યામાં ફરી બિરાજ્યા, રામરાજ્યની કલ્પના સાકાર કરવી પડશે તેમજ રામના રસ્તે ચાલવાનો સંકલ્પ સૌએ કરવો પડશે

PMના મતે ભારત માટે રામ 
ભારતની આસ્થા
ભારતનો આધાર
ભારતનો વિચાર
ભારતનું વિધાન
ભારતની ચેતના
ભારતનું ચિંતન
ભારતની પ્રતિષ્ઠા
ભારતનો પ્રતાપ
ભારતનો પ્રભાવ અને પ્રવાહ
નેતિ અને નીતિ
નિત્યતા અને નિરંતરતા
વ્યાપક, વિશ્વ અને વિશ્વાત્મા

રામરાજ્યના મુખ્ય આધાર

સમૃદ્ધિ

લોકો આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ રહે

ન્યાય
તમામને સુલભ અને ત્વરિત ન્યાય મળે

શાંતિ
અપરાધને અટકાવવા 

રામરાજ્યમાં શાસન વ્યવસ્થા
વ્યક્તિકેન્દ્રી શાસન વ્યવસ્થા
રાજાને સલાહ આપવા સભા હતી
મહામંત્રી, સેનાપતિ અને રાજગુરુ સભાના મુખ્ય સભ્ય
તમામની સહમતિથી અંતિમ નિર્ણય

રામરાજ્યમાં જાતિ વ્યવસ્થા
જાતિ વ્યવસ્થા શ્રમ વિભાજનના આધારે બનાવાઈ તેમજ રામરાજ્યમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રનું વર્ણન છે. રામના અશ્વમેઘ યજ્ઞમાં તમામ જાતિઓને આમંત્રણ હોવાનો ઉલ્લેખ

રામરાજ્યમાં કરનું માળખું
કર ઉઘરાવવા માટે કડક કાયદો નહીં
અનાજ અને અન્ય વસ્તુઓ કર સ્વરૂપે શાસનને અપાતા
ઘરેણા ઉપર સૌથી વધુ કર હતો

વાંચવા જેવું: CM ભૂપેન્દ્ર પટેલે ઘરે દિવાળી ઉજવી: દિવડાઓ કરી રામના વધામણાં કર્યા, જુઓ ગુજરાતમાં ક્યાં કેવી થઈ ઉજવણી

રામરાજ્યમાં શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા
નાની વયે કોઈનું મૃત્યુ નહતું થતું અને શરીર રોગમુક્ત હતા. તમામના શરીર સુદ્રઢ અને સુંદર હતા. કોઈ દીન કે દુ:ખી નહતું અને ગુરુકુળમાં શિક્ષણ અપાતું હતું. ધર્મ અને ન્યાય વિષે તમામે જાણવું જરૂરી હતું. ભ્રષ્ટાચાર કોઈ સંજોગોમાં સ્વીકાર્ય નહતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ