બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / What about the employment of TRB personnel after being released? Vandalism complaints responsible for harsh decision?

મહામંથન / છૂટા થયા બાદTRB જવાનોની રોજગારીનું શું? તોડબાજીની ફરિયાદો કઠોર નિર્ણય પાછળ જવાબદાર?

Vishal Khamar

Last Updated: 09:18 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય પોલીસવડાએ એકાએક TRB જવાનોને છૂટા કરવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જેને TRB જવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેટલાક વિરૂદ્ધ મળેલી ફરિયાદનો ભોગ બધા બની રહ્યા છે?

રાજ્યના DGPનો એક પરિપત્ર અને રોષની લાગણી. વાત છે 9 હજારમાંથી 6 હજાર 400 TRB જવાનને ફરજમુક્ત કરી દેવાના પરિપત્રની. રાજ્યભરમાં TRB જવાનો આ પરિપત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. કદાચ તેમની દલીલ પણ ખોટી નથી કે એક જગ્યાએ 3 વર્ષથી લઈને 10 વર્ષ સુધીના સમયગાળા માટે હંગામી ધોરણે ફરજ બજાવતા હોય અને અચાનક જો તેને છૂટા કરી દેવામાં આવે તો તેની પાસે હવે પછી રોજગારીનો વિકલ્પ શું એ સવાલ ઉપસ્થિત થવાનો જ છે.

સામે પક્ષે સરકાર પણ કહી રહી છે કે એક જ જગ્યાએ TRB જવાન લાંબા સમયથી ફરજ પર રહે તે યોગ્ય નથી અને હવે ત્યાં નિયમ મુજબ ભરતી કરવાની થશે. પણ અહીં પ્રશ્ન એ થાય કે 10-10 વર્ષ જો હંગામી ધોરણે કોઈ પાસે નોકરી કરાવીએ અને હવે તેને છૂટા કરી દઈએ તે કેટલું યોગ્ય. સરકારનો આ નિર્ણય વહીવટી અનુકૂળતા માટે છે કે પછી બીજુ કોઈ કારણ છે?. તાજેતરમાં TRB જવાનો વિરુદ્ધ તોડબાજીની જે વ્યાપક ફરિયાદો થઈ તે ઘટના તો આવા કઠોર નિર્ણય પાછળ જવાબદાર નથીને.. જે લોકો પ્રમાણિકતાથી પોતાની ફરજ બજાવે છે તેનું શું. હાલ તો 31 માર્ચ 2024 પછી કુલ 6400 TRB જવાનોનું ભાવિ શું તેના પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.  
 

રાજ્ય પોલીસ વડાએ TRB  જવાનોને છૂટા કરવાનો પરિપત્ર કર્યો હતો. લગભગ 6400 જેટલા TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રાફિક બ્રિગ્રેડનાં જવાનો હવે ટૂંકાગાળામાં જ ફરજ મુક્ત થશે. ફરજ મુક્ત થનાર TRB  જવાનોમાં નારાજગી વ્યક્ત કરી હતી. છૂટા કરવા નિર્ણય સામે ઠેર-ઠેર વિરોધ કર્યો હતો. 

DGPના પરિપત્રમાં શું છે?
રાજ્યનાં 9 હજારમાંથી 6400 TRB જવાનોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. 10 વર્ષ, 5 વર્ષ અને 3 વર્ષથી કામગીરી કરતા જવાનોને ક્રમશઃ છૂટા કરવામાં આવનાર છે. તેમજ ફરજ મુક્ત TRB  જવાનને ફરી કામગીરીમાં ન લેવા. તેમજ TRB  જવાન તરીકે એક સભ્ય લાંબા સમયથી કામ કરે તે યોગ્ય નથી. જવાનોને છૂટા કર્યા બાદ નિયમ મુજબ ભરતી કરવી. 

જવાનોને ક્યાં સુધીમાં છૂટા કરશે?
10 વર્ષથી ફરજ બજાવતા TRB જવાન 30 નવેમ્બર સુધીમાં છૂટા કરાશે. 10 વર્ષથી ફરજ બજાવતા અંદાજે 1100 TRB જવાન છે.  5 વર્ષથી કામ કરતા TRB જવાન 31 ડિસેમ્બર સુધીમાં છૂટા કરાશે. 5 વર્ષથી ફરજ બજાવતા અંદાજે 3000 TRB જવાન હતા.  3 વર્ષથી કામ કરતા TRB જવાન 31 માર્ચ 2024 સુધીમાં છૂટા કરાશે. 2300 જવાનો 3 વર્ષથી કામ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ