બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / weather forecast, rain may fall in saurashtra, and many big city
Kiran
Last Updated: 09:56 PM, 22 May 2021
ADVERTISEMENT
રાજ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદની આગહી કરી છે, થંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે માવઠું પડી શકે છે, ભરૂચ, અમરેલી, ભાવનગર, આણંદમાં સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી વાતાવરણ સામાન્ય દલાઈ આવી શકે તેવી આગાહી કરી છે, હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ સુધી રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે તેમજ મોટા શહેરો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં સુરત સહિતમાં ગરમીનો પારો ઉંચે જતા બફારો સહન કરવો પડી શકે છે.
ગુજરાતમાં 15થી 20 જૂન સુધી આવી શકે ચોમાસું
ADVERTISEMENT
હવામાન વિભાગના અનુસાર 26 મેથી 1 જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે. જ્યારે ગુજરાતમાં 15થી 20 જૂન સુધી ચોમાસું ગુજરાત આવી પહોંચશે તેવી આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનું પુર્વાનુમાન વ્યક્ત કરાયું છે. હવામાન વિભાગના અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ અંદમાન નિકોબારમાં શુક્રવારે સવારે આવી પહોંચ્યું જેના પગલે નિકોબારમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે.
શહેરોમાં તાપમાન ગરમીનું પ્રમાણ વધ્યું
રાજ્યમાં વાવાઝોડાના સંકટ બાદ ધીમે ધીમે ગરમીનો અહેસાસ થઈ રહ્યો, મહત્વનું છે કે વાવાઝોડા બાદ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને પણ અસર થઈ હતી. હવે વાતાવરણાં બદલાવ આવી રહ્યો છે, તાપમાનનો પારો ઉંચે જઈ રહ્યો છે, મોટા શહેરોમાં તાપમાન ઉંચે જતા ગરમીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું સારું રહેશે તેવી પણ આગાહી કરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.