બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / weak immunity symptoms don t avoid these symptoms

હેલ્થ / આ છે કમજોર ઈમ્યુનિટીના લક્ષણ, નજર અંદાજ કર્યા તો ભોગવવું પડશે ગંભીર પરિણામ

Arohi

Last Updated: 04:20 PM, 1 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે જલ્દી બિમારી પડો છો તો તમારી ઈમ્યુનિટી કમજોર થઈ શકે છે. તમારે આ લક્ષણોને નજર અંદાજ ન કરવા જોઈએ.

  • કોરોના સંક્રમણથી બચવા મજબૂત કરો ઈમ્યુનિટી 
  • આ રીતે જાણો તમારી ઈમ્યુનિટી નબળી તો નથીને 
  • આ સંકેતો દેખાય તો ચેતી જજો 

કોરોના જેવા સંક્રમણથી બચવા માટે મજબૂત ઈમ્યુનિટી ખૂબ જ જરૂરી છે. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર જે લોકોનું શરીર અને રોગપ્રતિકારક ક્ષમતા કમજોર હોય છે તે જલ્દી બિમાર પડે છે. જોકે ઘણી વખત આપણું શરીર આપણને ચેતવણી આપે છે. 

રોગપ્રતિકારક ક્ષમતા કમજોર હોવાના ઘણા સંકેત જોવા મળે છે. જેને નજર અંદાજ કરવા તમને મુશ્કેલીમાં મુકી શકે છે. એક્સપર્ટ્ અનુસાર કોરોના કાળમાં તમારી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત હોવી જરૂરી છે. તેનાથી તમે કોરોનાની સાથે અન્ય સંક્રમણથી પણ બચી શકો છો. તમારી ઈમ્યુનિટીને ઓળખવી જરૂરી છે અને શરીર જે સંકેત આપે છે તેને સમજવા પણ જરૂરી છે. 

ઈમ્યુનિટી કમજોર હોવાના લક્ષણ 


પાચનની સમસ્યા 
જે લોકોને પેટ અથવા પાચન સાથે જોડાયેલી સમસ્યા રહે છે તેમની ઈમ્યુનિટી કમજોર હોય છે. એવા લોકોને મોટાભાગે ડાયરિયા, કબજીયાત અથવા પેટમાં ગડબડ જેવી સ્થિતિ રહે છે. ઘણી વખત પેટમાં દુખાવો થવો પણ કમજોર ઈમ્યુનિટી હોવાની તરફ ઈશારો કરે છે. અંતમાં પરેશાની હોવાથી ઈમ્યુનિટી કમજોર થવા લાગે છે. જેનાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ સામે આવી શકે છે. 

સાંધામાં દુખાવો 
જે લોકોની ઈમ્યુનિટી કમજોર હોય છે તેમને મોટાભાગે સાંધામાં દુખાવાની સમસ્યા રહે છે. કમજોરીના કારણે મસલ્સમાં દુખાવો રહે છે. આ ખૂબ જ ખતરનાક છે. જો તમારે પણ આ મુશ્કેલી રહે છે તો તમારી રોગપ્રતિરોધક ક્ષમતા કમજોર છે. 

ડ્રાય ત્વચા હોવી 
જો તમને સ્કિન સાથે જોડાયેલી સમસ્યા રહે છે તો તમારી ઈમ્યુનિટી કમજોર હોઈ શકે છે. કમજોર રોગપ્રતિરોધક ક્ષમતા વાળા લોકોને ત્વચા સંબંધી મુશ્કેલીઓ પણ વધી શકે છે. એવામાં ડ્રાય સ્કિન અને બેક્ટેરિયા અથવા ફંગસની સમસ્યા વધી શકે છે. 

થાક લાગવો 
જે લોકોનું શરીર અને ઈમ્યુનિટી કમજોર હોય છે. તેમને વારંવાર કમજોરી કે થાકનો અનુભવ થાય છે. એવા લોકોનું શરૂર રોગ સાથે લડવા માટે સક્ષમ નથી હોતુ. આ કમજોર ઈમ્યુન સિસ્ટમનો સંકેત છે. 

શરદી થવી 
અમુક લોકોને ખૂબ જ જલ્દી શરદી થઈ જાય છે. એવા લોકોની રોગપ્રતિરોધક ક્ષમતા બીજાના મુકાબલે કમજોર હોય છે. જો તમને વધારે શરદી કે નાક વહેવાની સમસ્યા રહે છે તો તમારી ઈમ્યુનિટી કમજોર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ