બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / WB Election 2021: PM Narendra Modi to hold Virtual rally for West Bengal Assembly Polls on 23rd April

નિર્ણય / સતત વધતાં કોરોના કહેર વચ્ચે પ.બંગાળમાં PM મોદીની રેલી માટે લેવાયો મોટો નિર્ણય

Parth

Last Updated: 02:32 PM, 19 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસ વચ્ચે બંગાળમાં રાજકીય પાર્ટીઓ દ્વારા ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

  • પીએમ મોદીની સભામાં ઓછા લોકોને ભેગા કરાશે 
  • વિવિધ જગ્યાઓ પર મોટી સ્ક્રીન લગાવવામાં આવશે 
  • 23મી એપ્રિલે ચાર રેલીઓનો છે પીએમ મોદીનો કાર્યક્રમ 

શહેર શહેર કોરોનાનો કહેર અને બંગાળમાં લીલાલહેર 

ભારતમાં કોરોના વાયરસના કારણે સતત કેસ વધી રહ્યા છે ત્યારે પશ્ચિમ બંગાળમાં વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને ભારે ભીડ કરવામાં આવી રહી છે ત્યારે રાહુલ ગાંધીએ પોતાની બધી જ સભાઑને રદ કરી નાંખી અને મમતા બેનર્જીએ પણ કોલકાતામાં રેલી નહીં કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે ભાજપ દ્વારા હજુ સુધી આ મુદ્દે કોઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો નથી. આટલું જ નહીં 23મી એપ્રિલે પીએમ મોદી 4 રેલી કરવાના છે. 

પીએમ મોદીની ચાર રેલીઓનો કાર્યક્રમ 

પ્રધાનમંત્રી મોદીની માલદા, મુરશીદાબાદ, સિવલી અને દક્ષિણ કોલકાતામાં ચાર રેલી થવાની છે, જોકે હવે ભાજપ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આખા જિલ્લાના લોકોને એક જગ્યાએ ભેગા કરવામાં આવશે નહીં. દરેક વિધાનસભામાં પ્રધાનમંત્રી મોદીના ભાષણને સાંભળવા માટે મોટી મોટી સ્ક્રીન લગાવવામાં આવશે. રેલી સ્થળ પર ઓછા લોકો પહોંચશે જેથી સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવી શકાય. 

રાહુલ ગાંધીનો મોટો નિર્ણય 

દેશભરમાં સોશ્યલ મીડિયામાં લોકો આ રેલીઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની આગામી બધી જ રેલીઓને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે કોરોના વાયરસની પરિસ્થિતિને જોતાં, હું બંગાળમાં આગામી બધી જ રેલીઓને રદ્દ કરું છું. બધી જ રાજકીય પાર્ટીઓના નેતાઑને પણ વર્તમાન પરિસ્થિતિને જોતાં અપીલ કરું છું કે મોટી જાહેરસભાઑ ન કરે. 

કોલકાતામાં પ્રચાર નહીં કરે મમતા બેનર્જી 

ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને ટ્વિટ કરીને માહિતી આપી છેકે, મમતા બેનર્જી હવે કોલકાતામાં ચૂંટણી પ્રચાર નહીં કરે. ડેરેક ઓ બ્રાયને ટ્વિટ કર્યું, બંગાળ ચૂંટણીને લઇને મુખ્યમંત્રી મમતા બેનર્જી હવે કોલકાતામાં પ્રચાર નહીં કરે. તેઓ પ્રતિકાત્મક રીતે શહેરમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે માત્ર એક બેઠક કરશે. બાકીના તમામ જિલ્લાઓમાં પણ તેમણે ચૂંટણી રેલીઓનો સમય ઘટાડી દીધો છે. હવે તેઓ માત્ર 30 મિનિટ જ રેલી કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ