બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / સુરત / Water crisis in Chitalda Village in Umarpada Taluka of Surat district

જળસંકટ / પાણીથી ત્રસ્ત દક્ષિણ ગુજરાત, 1500ની વસતી ધરાવતાં આ ગામનો નીર માટે પોકાર

vtvAdmin

Last Updated: 10:27 PM, 7 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ગુજરાતમાં પાણીની તીવ્ર તંગી પ્રવર્તી રહી છે. 1500ની વસતી ધરાવતાં ઉમરપાડા તાલુકાનું ચિતલદા ગામ પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. ગામનાં હેન્ડપંપ અને ટાંકીઓમાં પાણી નથી. તો માત્ર એક ટેન્કરનાં ભરોસે આ ગામ જીવી રહ્યું છે. જળ માટે તરસતો આ વિસ્તાર છે ઉમરપાડા. ઉમરપાડાનું ચિતલદા ગામ કે જ્યાં સુકી ધરતી અને પાણીનાં પોકાર થઇ રહ્યાં છે.

1500ની વસતી ધરાવતું આ ગામ પાણી માટે આજે વલખાં મારે છે. એમ તો આ ગામમાં 30થી વધુ હેન્ડપંપ છે અને પાણીનાં ટાંકા છે. પરંતુ પાણીનાં નામે માત્ર તરસ જ છે. જમીનનાં તળ સૂકાઈ જવાથી હેન્ડપંપ નકામા થઈ ગયાં છે. તો પાણી જ નથી મળતું ત્યારે પાણીનાં ટાંકામાં પાણી ક્યાંથી ભરવું. એટલે આખું ગામ એક ટેન્કરને ભરોસે જીવી રહ્યું છે.

ગામની પીવાના પાણી માટે વિકટ બનેલી પરિસ્થિતિને પહોંચી વળવા ગ્રામપંચાયત દ્વારા હાલ તો ટેન્કરનાં સહારે પાણી પૂરું પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ 1500ની વસ્તી સામે એક ટેન્કર પાણી પૂરું નથી પડી રહ્યું. આખા ગામની મહિલાઓ ધોમધખતા તાપમાં ટેન્કરની રાહ જોવી પડે છે કેમ કે આ ટેન્કર અન્ય ગામોને પણ પાણી પૂરું પાડતું હોઈ ગામમાં કયારે આવે નક્કી નથી હોતું. બીજી તરફ ગામનાં વોટર શેડ યોજના હેઠળ 9 જેટલાં ટાંકા પણ મુકવામાં આવ્યાં છે અને ઘરે-ઘરે નળ પણ લગાવવામાં આવ્યાં છે. પરંતુ પાણી કોઈનાં ઘર સુધી નથી પહોંચી રહ્યું.

આ વિસ્તારનાં લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન તેમજ ખેતી છે. એક તરફ આ વિસ્તારમાં કેનાલ સુવિધા નથી. તો બીજી તરફ નદી નાળા અને બોર સુકાઈ જતાં હાલ ખેતી માટે પાણીનો કોઈ વિકલ્પ નથી. મુંગા પશુઓની હાલત પણ કફોડી છે. આમ, ઉનાળાનાં પ્રારંભે જ પાણી-પાણીનાં પોકાર પાડતાં ઉમરપાડાનાં આ વિસ્તારની સમસ્યા સરકારને પણ સંભળાતી નથી. ઉનાળો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ ગ્રામજનોની મુશ્કેલી ઓર વધી રહી છે.

;

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ