બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / virat kohli pakistani fan fiza khan asked indians to call her india in viral video

VIDEO / 'કોઇ મેરા ભી તો સચિન હોગા, જો બોલે કી ચલો તુમ્હે ઇન્ડિયા લેકર ચલે', કોહલીની વાયરલ પાકિસ્તાની ફેનનો Video વાયરલ

Vikram Mehta

Last Updated: 05:06 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરના રોજ મેચ રમાઈ હતી. આ મેચ પછી સૌથી વધુ વિરાટ કોહલીની પાકિસ્તાની ફેન ગર્લ સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગઈ હતી.

  • ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરના રોજ મેચ રમાઈ હતી
  • પાકિસ્તાની ફેન ગર્લ સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગઈ
  • પાકિસ્તાનીઓએ આ વિડીયો પર ગુસ્સો ઠાલવ્યો

એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરના રોજ મેચ રમાઈ હતી. વરસાદના કારણે મેચનું પરિણામ આવ્યું નહોતું. આ મેચ પછી સૌથી વધુ વિરાટ કોહલીની પાકિસ્તાની ફેન ગર્લ સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગઈ હતી. વિરાટ કોહલીની આ ફેન ગર્લે કોહલીને પાકિસ્તાનના ક્રિકેટ પ્લેયર બાબર આઝમ કરતા વધુ મહત્ત્વ આપ્યું છે. આ પાકિસ્તાની ફેન ગર્લનો ફેવરિટ પ્લેયર વિરાટ કોહલી છે. આ યુવતીને પૂછવામાં આવ્યું હતું કે, તેને બાબર આઝમ અને વિરાટ કોહલીમાંથી કોને પસંદ કરશે, તો તેણે વિરાટ કોહલીનું નામ લીધુ હતું. ત્યારપછી આ વિડીયો પાકિસ્તાનની સાથે સાથે ભારતમાં પણ વાયરલ થઈ ગયો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Love Khaani (@lovekhaani)

પાકિસ્તાનીઓએ આ વિડીયો પર ગુસ્સો ઠાલવ્યો છે અને આ યુવતી પર દેશદ્રોહીનો આરોપ લગાવ્યો હતો. વિરાટ કોહલીની આ ફેનનું નામ ફિજા ખાન છે. ફિજા ક્રિકેટ લવર છે. જ્યારે પણ ભારત પાકિસ્તાનની મેચ થાય છે, ત્યારે તે હંમેશા વિરાટને જોવા માટે સ્ટેડિયમ જાય છે અને તેને સપોર્ટ પણ કરે છે. હાલમાં સૌશિયલ મીડિયા પર ફિજાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે તેનું દુ:ખ વ્યક્ત કર્યું છે. 

"કોઈ તો મારો સચિન હશે"
ફિજા આ વિડીયોમાં જણાવી રહી છે કે, ’14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાનની મેચ છે. મને એવો કી હિંદુસ્તાની મળ્યો નથી. જે મને ખુલીને કહે કે, ચલ તને ઈંડિયા લઈ જઉં.’ ફિજાએ આ વિડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, "કોઈ તો મારો સચિન હશે". ફિજાએ સીમા હૈદરના ભારતીય પતિ સચિનના સંદર્ભમાં આ પ્રમાણે લખ્યું છે, જે પાકિસ્તાનથી તેના પ્રેમને મેળવવા માટે ભારત આવી છે.

યૂઝર્સના રિએક્શન
ફિજાની આ પોસ્ટ પર યૂઝર્સ અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. એક યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘તમે પણ આવી જાવ’. અન્ય એક યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘વેલકમ ટૂ ઈંડિયા’ તો બીજા યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘સચિન ભાઈનો સંપર્ક કરો.’
 

સંકળાયેલા મુદ્દાઓ

Pakistani Fan Girl Viral Video Virat Kohli pakistani fan fiza khan sachin viral video ક્રિકેટ પાકિસ્તાની ફેન ગર્લ વિડીયો ફિજા ખાન ફિજા ખાન વિડીયો Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ