VIP guest including hardik and rohit attend pruthvi ambani's birthday party
Birthday party /
મુકેશ અંબાણીના પૌત્રની બર્થ ડે પાર્ટીમાં પરિવાર સાથે ગુજરાત પહોંચ્યા આ IPL સ્ટાર્સ, જુઓ તસવીરો
Team VTV05:29 PM, 10 Dec 21
| Updated: 05:34 PM, 10 Dec 21
મુકેશ અંબાણીના પૌત્ર અને આકાશ અંબાણીના દીકરો પૃથ્વી 10 ડિસેમ્બરના રોજ 1 વર્ષનો થઇ ગયો છે. ત્યારે જામનગર ફાર્મહાઉસમાં મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
મુકેશ અંબાણીનો પૌત્રની બર્થ ડે પાર્ટી જામનગરમાં
VIP મહેમાનો માટે ચાર્ટર્ડ પ્લેન મોકલવામાં આવ્યું
IPLના આ સ્ટાર્સ પૃથ્વીની બર્થડે પાર્ટીમાં રહ્યાં હાજર
VIP મહેમાન રહ્યાં હાજર
સૂત્રોના જણાવ્યા અનુસાર બર્થ ડે પ્રોગ્રામ માટે દરેક મહેમાન માટે ચાર્ટર્ડ પ્લેન મોકલવામાં આવ્યું હતું. તેમાં IPLની ટીમ મુંબઇ ઇન્ડિયન્સના કપ્તાન રોહીત શર્મા, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન પણ હાજર રહ્યો હતો.
ઍરપોર્ટ પર દેખાયા સ્ટાર્સ
બર્થ ડે પાર્ટીમાં હાર્દિક પંડ્યા પોતાની પત્ની નતાશા અને દિકરા અગસ્ત્ય સાથે સામેલ થયો હતો. દરેકને ઍરપોર્ટ બહાર કેપ્ચર કરવામાં આવ્યા હતા. ગઇ સિઝન સુધી હાર્દિક મુંબઇ ઇન્ડિયન્સ માટે રમતો હતો હવે તેને ફ્રેંચાઇઝીએ રિલીઝ કરી દીધો છે.
હાર્દિકનો પરિવાર થયો સ્પોટ
તસવીરોમાં જોઇ શકાય છે કે હાર્દિક બ્લેક ડ્રેસમાં નજર આવી રહ્યો છે. તેણે દીકરા અગત્સ્યને તેડેલો છે અને પત્ની નતાશા પણ કૂલ લૂકમાં પહોંચી ગઇ છે.
રોહીત શર્માનો પરિવાર પણ સ્પોટ થયો
મુંબઇ ઇન્ડિયન્સના કપ્તાન રોહીત શર્મા પણ પત્ની રીતિકા અને દીકરી સમાયરા સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. ઍરપોર્ટ પર ત્રણેયને સ્પોટ કરવામાં આવ્યા હતા. રોહીતે પણ દીકરી સમાયરાને તેડેલી હતી.
ઝહીર ખાન અને સાગરીકા ઘાટગે
બર્થ ડે પાર્ટીમાં પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન પરિવાર સાથે પહોંચ્યો હતો. તે મુંબઇ ફ્રેંચાઇઝીનો ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશંસ પણ છેે. ઝહીર પોતાની પત્ની સાગરિકા સાથે પહોંચ્યો હતો.