બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Video: 'Tomatoes get Z+ security..' Vegetable vendor installs 2 bouncers for security, 9 to 5 remains deployed

વારાણસી / Video: 'ટમેટાં મળી Z+ સિક્યોરીટી..' શાકભાજી વિક્રેતાએ સુરક્ષામાં લગાવ્યા 2 બાઉન્સર, 9 થી 5 રહે છે તૈનાત

Vishal Khamar

Last Updated: 11:36 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટામેટાનાં વધતા જતા ભાવને લઈને થઈ રહેલ લૂંટથી બચવા માટે વારાણસીમાં શાકભાજીનાં વેપારીએ તેની દુકાને ટામેટાની સિક્યોરીટી માટે બાઉન્સરો ગોઠવ્યા છે. તેમજ આ વેપારી સમાજવાદી પાર્ટીનો કાર્યકર હોવાનું પણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા વેપારીને પકડીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હોવા અંગે અખિલેશ યાદવે ટ્વિટ કર્યું છે.

  • બજારમાં ટામેટાનાં વધતા ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું
  • વારાણસીમાં વેપારીએ સંગ્રહ કરેલ ટામેટાને બચાવવા બાઉન્સર ગોઠવ્યા
  • "ભાજપ ટામેટાને ઝેડ પ્લસ સુરક્ષા આપે" અખિલેશ યાદવે વીડિયો ટ્વિટ કર્યો

 બજારમાં ટામેટાંની વધતા ભાવને લઈને માર્કેટમાં અનેક ચર્ચાઓ શરૂ થવા પામી છે. ત્યારે  વારાણસીના લંકા વિસ્તારમાં એક શાકભાજી વેચનારે તેના સંગ્રહ કરેલ ટામેટાંને બચાવવા માટે બે બાઉન્સર તૈનાત કર્યા છે. સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલા શાકભાજી વિક્રેતા અજય ફૌજી સમાજવાદી પાર્ટીના કાર્યકર છે. ગયા અઠવાડિયે પાર્ટી સુપ્રીમો અખિલેશ યાદવના જન્મદિવસ પર તેમણે ટામેટાના આકારની કેક કાપી અને લોકોને ટામેટાં વહેંચ્યા ત્યારે મળતી માહિતી મુજબ પોલીસ દ્વારા આ વેપારીને પકડીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

બાઉન્સર રાખવા વિશે દુકાન માલિકને પૂછતા ફૌજીએ જણાવ્યું હતું કે,  “બાઉન્સર એટલા માટે રાખવામાં આવ્યા છે કે ટામેટાનાં ભાવમાં આસમાને છે.  ત્યારે ટામેટાં માટે લડાઈ અને લૂંટફાટ થઈ રહી છે. આવી ઘટનાઓ ઘણી જગ્યાએ બની પણ છે.  અમે બીજા ટામેટા મંગાવ્યા છે. ટામેટા આવે ત્યારે અહીં કોઈ લડાઈ ન થાય તે માટે બાઉન્સરો રાખવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ