બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Video placed in WhatsApp status on the eve of the anniversary, family reports of suicide
Last Updated: 03:53 PM, 28 September 2019
ADVERTISEMENT
પ્રેમીને એઇડ્સ હોવા છતાં પ્રેમિકાએ લગ્ન કર્યા પછી થયું આવું
અમરાઇવાડીમાં રહેતો 27 વર્ષીય સાગર અને તે જ વિસ્તારની જયા 12 વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. સાગર છેલ્લાં 5 વર્ષથી HIV Aidsનો શિકાર બન્યો હતો. આ વાત તેણે જયાને જાણ કરી હતી.જયાને શરુઆતમાં સાગરની બિમારી સામે કોઇ વાંધો ન હોઇ તેમણે 4 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. શરુઆતમાં તેમનું લગ્નજીવન ખૂબ સારુ ચાલ્યું હતું. આ બાદ સાગરે પોતાના પરિવારજનોને પોતાની બિમારી અંગે જાણ કરી હતી. સાથે સાથે અસારવા સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલું કરવામાં આવી હતી.
ADVERTISEMENT
યુવકનું વોટ્સએપ સ્ટેટસ જોઇ પરિવારને લાગ્યો આઘાત
થોડાક સમયથી સાગર ગુમસુમ રહેતો હતો. સાગરના પિતાને લાગ્યું કે દવાથી આરામ થઇ રહ્યો નથી એટલે તણાવમાં હશે. જો કે બુધવારે સાગરના મોટાભાઇએ પિતાને ફોન કરી કહ્યું કે, સાગરે રડતાં રડતાં વોટ્સએપ સ્ટેટસમાં એક વીડિયો મુક્યો છે. તે અમરાઇવાડીના બીજા ઘરે છે જલ્દી પહોંચો. મોટા દિકરાના ફોન બાદ પિતાએ ત્યાં જઇને જોયું તો સાગર ફાંસો ખાઘેલી હાલતમાં મળ્યો હતો. તેને હોસ્પિટલ લઇ જતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
શું હતું વીડિયોમાં?
વીડિયોમાં સાગરે મિત્રોને રડતાં રડતાં કહ્યું હતું કે બાય બાય, લવ યુ માય ઓલ ફ્રેન્ડ્સ, હું કદી આવું નહોતો ઇછતો કે મારી જીવનમાં આવુ થશે. હું સદાય તમારી દિલમાં હસતો રહીશ એની ખાતરી છે. તમે લોકો મને નહી ભુલો.
ADVERTISEMENT
સુસાઇડ નોટ એવું તો શું લખ્યુ હતું કે પત્ની સામે થઇ ફરિયાદ?
સાગરના રૂમમાં ઓશિકા નીચેથી 3 પેજની સુસાઇડ નોટ મળી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, મને HIV Aidsની બિમારી છે. એ વાત મે મારી પત્નીને ગુપ્ત રાખવા કીધું હતું. જો કે તે આ વાત પત્નીએ તેના પિયરીયા અને અન્ય લોકોને કહ્યાં કરતી હતી. તેમજ જયાના મમ્મી અને ભાઇ પણ જયાને વારંવાર પિયર આવી જવા કહેતા હતા. તેમજ લોકોને સાગરની બિમારી વિશે કહી બદનામ કરતા હતા. તેમજ જયાને વારંવાર ઝઘડા કરાવી પિયર લઇ જતા હતા. જેનાથી કંટાળીને હું આત્મહત્યા કરું છું.
ADVERTISEMENT
પોલીસે મૃતકની પત્ની સહિત 3 સામે દુષ્ણપ્રેરણનો ગુનોં નોંધ્યો
મૃતક યુવકના પરિવારે પોલીસને જાણ કરી હતી, આ મામલે અમરાઇવાડી પોલીસે મૃતકની સાસું, સાળો અને પત્ની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ સુસાઇડ નોટને એફએસએલમાં હેન્ડરાઇટીંગ એક્સપર્ટને મોકલી આપી છે.
ADVERTISEMENT
આપઘાત કરતા પહેલા આટલું કરો...
જ્યારે આવી કોઇ ગંભીર બિમારીના શિકાર બનો કે પછી તમને આપઘાતના વિચાર આવે તો તમને જેમના પર ભરોસો છે તેમને ફોન કરી અથવા રુબરુ મળીને સમસ્યા અંગે વાત કરો. આત્મહત્યા કરતા પહેલા થોડો સમય તમારી ગમતી પ્રવૃતિ કરો. આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન ૧૮૬૦૨૬૬૨૩૪૫, ૧૮૦૦૨૩૩૩૩૩ પર ફોન કરો. આ સિવાય તમે જિંદગી હેલ્પલાઇન 1096 પર ફોન કરી શકો છો. મહિલાઓ 181 મહિલા હેલ્પલાઇન અભયમની મદદ લઇ શકે છે. તમે આવા સમયમાં તમારી જીંદગી બહુ અમુલ્ય છે.
( ઘટનાને આબેહુબ વર્ણવવા પાત્રોના નામ બદલ્યા છે)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.