બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / vhp warns legal action will be taken if hindu children are made santa claus

ચેતવણી / હિન્દુ બાળકોને સાંતા ક્લોઝ બનાવ્યા કરીશું આ કાર્યવાહી: VHPએ આપી ચેતવણી

MayurN

Last Updated: 08:53 AM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ ભોપાલની તમામ શાળાઓના આચાર્યોને પત્ર લખીને હિન્દુ બાળકોને સાન્તાક્લોઝ ન બનાવવાની અપીલ કરી છે.

  • ક્રિસમસ તહેવારને લઈને VHPની શાળાઓને ચેતવણી
  • હિન્દુ બાળકોને સાન્તાક્લોઝ ન બનાવવાની અપીલ
  • બાળકોને ખ્રિસ્તી ધર્મ તરફ પ્રેરિત કરવાનું ષડયંત્ર છે 

એક તરફ સમગ્ર વિશ્વમાં ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ ભોપાલની તમામ શાળાઓના આચાર્યોને પત્ર લખીને હિન્દુ બાળકોને સાન્તાક્લોઝ ન બનાવવાની અપીલ કરી છે.

VHP દ્વારા તમામ શાળાઓને પત્ર
આ પત્રમાં VHPએ લખ્યું છે કે 'મધ્ય ભારત પ્રાંતની તમામ શાળાઓમાં જે વિદ્યાર્થીઓ સનાતન હિન્દુ ધર્મ અને પરંપરામાં માને છે, તે વિદ્યાર્થીઓને શાળામાં યોજાનાર ક્રિસમસના કાર્યક્રમમાં સાન્તાક્લોઝ બનાવવામાં આવી રહ્યા છે અને તેઓને ક્રિસમસ ટ્રી પણ લાવવા માટે કહી રહ્યા છે. જે આપણી હિંદુ સંસ્કૃતિ પર હુમલો છે.  પત્રમાં વીએચપી વતી આગળ લખવામાં આવ્યું છે કે આ હિંદુ બાળકોને ખ્રિસ્તી ધર્મ તરફ પ્રેરિત કરવાનું ષડયંત્ર છે અને આ પ્રકારનો ડ્રેસ કે વૃક્ષ લાવવાથી માતા-પિતાને પણ આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે. 

ભારત ભૂમિ સંતોની ભૂમિ
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, શાળા હિંદુ બાળકોને સાંતા બનાવીને ખ્રિસ્તી ધર્મમાં શ્રધ્ધા અને આસ્થા પેદા કરવાનું કામ કરી રહી છે? આપણા હિન્દુ બાળકોએ રામ, કૃષ્ણ, બુદ્ધ, ગૌતમ, મહાવીર, ગુરુ ગોવિંદ સિંહ બનવું જોઈએ, આ બધું થવું જોઈએ, ક્રાંતિકારી બનવું જોઈએ, મહાન માણસ બનવું જોઈએ, પરંતુ સાન્તા ન બનવું જોઈએ. આ ભારત ભૂમિ સંતોની ભૂમિ છે, સાન્તાની નહીં. 

શાળા સામે કાર્યવાહી
VHP તરફથી કહેવામાં આવ્યું છે કે તમામ શાળાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ માતા-પિતાની પરવાનગી વિના હિન્દુ બાળકોને સાન્તાક્લોઝ ન બનાવે અને જો કોઈ શાળા આમ કરશે તો વિશ્વ હિન્દુ પરિષદ તે શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ