બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / સુરત / Veer Narmad South Gujarat University in yet another controversy

સુરત / VNSGU ફરી વિવાદમાં: હિન્દુ સ્ટડીઝના કો-ઓર્ડિનેટરે વિદ્યાર્થી બનીને પરીક્ષા આપ્યાનો આક્ષેપ, યુનિ.એ કહ્યું ખોટું હશે તો

Malay

Last Updated: 11:42 AM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કો-ઓર્ડિનેટરે પોતાના વિભાગના જ વિદ્યાર્થી બનીને સેમેસ્ટર-1ની પરીક્ષા આપતા વિવાદ સર્જાયો છે.

  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વધુ એક વિવાદમાં
  • હિન્દુ સ્ટડીઝના કો-ઓર્ડીનેટર બાલાજી જાધવર સામે આરોપ
  • વિદ્યાર્થી બનીને સેમેસ્ટર-1 ની પરીક્ષા આપ્યાનો આક્ષેપ
  • કુલપતિને લેખિત ફરિયાદ કરતા મામલો આવ્યો સામે

અવાર નવાર વિવાદોમાં રહેતી દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. આ વખતે યુનિવર્સિટીના હિન્દુ સ્ટડીઝના કો-ઓર્ડિનેટર સામે આક્ષેપ લાગ્યો છે. યુનિવર્સિર્ટીના હિન્દુ સ્ટડિઝના કો-ઓર્ડિનેટરે જ વિદ્યાર્થી બનીને પરીક્ષા આપતા વિવાદ થયો છે. આ મામલે યુનિવર્સિટીના કુલપતિ ડૉ કે.એન ચાવડાએ કહ્યું છે કે, આ અંગે પૂરતી તપાસ કરવામાં આવશે અને તેના આધારે શિક્ષણના હિતમાં જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

લ્યો કરો વાત! વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને કર્મચારીઓનાં પગારનો  ખર્ચ ન પોસાયો! 452 લોકોની કરશે છટણી | Veer Narmad South Gujarat University  to lay off 452 ...

ફરિયાદીએ કુલપતિને કરી લેખિત ફરિયાદ
વાસ્તવમાં નિલેષ બારોટ નામના ફરિયાદીએ કુલપતિને લેખિતમાં ફરિયાદ કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, યુનિવર્સિટીના હિન્દુ સ્ટડીઝ વિભાગના કો-ઓર્ડિનેટર બાલાજી જાધવરે એમ.એના વિદ્યાર્થી તરીકે સેમેસ્ટર-1ની પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં તેઓ ડિસ્ટીક્શન સાથે પાસ થયા છે. કો-ઓર્ડિનેટરે ખુદ પરીક્ષા આપી હોય અને ડિસ્ટીક્શન આવ્યો હોય આ યુનિવર્સિટીની પારદર્શિતા માટે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય છે. 

આ મામલે થવી જોઈએ તપાસઃ ફરિયાદી 
તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, કો-ઓર્ડિનેટર હોવાથી વિભાગની તમામ જવાબદારી તેમની હોય છે. જો વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવી હોય તો કર્મચારી અધિકારીએ પરવાનગી લેવી જરૂરી છે. તે લીધી છે કે કેમ તેની તપાસ થવી જોઇએ.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર,  પ્રવેશની તારીખ લંબાવાઈ, 9 ગ્રાન્ટેડ કોલેજોના જોડાણની પણ મંજૂરી | Veer ...

મેં ઉપરી અધિકારીને જાણ કરીને જ શરૂ કર્યો છે અભ્યાસઃ કો-ઓર્ડિનેટર
આ વિવાદે અંગે  બાલાજી જાધવરનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, 'મેં નોકરી પૂરી થયા પછીના સમય દરમિયાન અભ્યાસ કર્યો છે. મારી નોકરીનો સમય સાંજના 6 વાગ્યા સુધીનો જ છે અને મારો અભ્યાસનો સમય સાંજના 6થી 9નો છે.'  કો-ઓર્ડિનેટર બાલાજી જાધવરે વધુમાં જણાવ્યું કે,  'હું પેપર સેટિંગ, ટીચિંગ સાથે સંકળાયેલો નથી. ભણાવવા માટે વિઝીટીંગ ફેકલ્ટી આવે છે. ઉપરી અધિકારીને જાણ કરીને જ અભ્યાસ શરૂ કર્યો છે.'

ચાલી રહી છે તપાસઃ કુલપતિ
આક્ષેપ પ્રતિ-આક્ષેપોના પગલે યુનિવર્સિટીના કુલપતિનું પણ નિવેદન સામે આવ્યું છે.   યુનિવર્સિટીના કુલપતિ ડૉ કે.એન ચાવડાએ કહ્યું છે કે,  આ મામલે અમને ફરિયાદ મળી છે. ફરિયાદ અંગે હાલ તપાસ ચાલી રહી છે. તપાસ પૂરી થયા બાદ શિક્ષિણના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ખોટું થયું હશે તો કાર્યવાહી થશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ