બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Veer Narmad South Gujarat University, Admission Date Extended, Affiliation of 9 Granted Colleges also approved

નિર્ણય / વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, પ્રવેશની તારીખ લંબાવાઈ, 9 ગ્રાન્ટેડ કોલેજોના જોડાણની પણ મંજૂરી

Kiran

Last Updated: 08:43 AM, 27 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીર નર્મદ યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય વિવિધ કોર્સમાં પ્રવેશની મુદ્દત વધારવામાં આવી છે

  • વીર નર્મદ યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય 
  • વિવિધ કોર્સમાં પ્રવેશની મુદ્દત વધારવામાં આવી
  • 9 ગ્રાન્ટેડ કોલેજોને યુનિવર્સિટી સાથે જોડાણની મંજૂરી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને લઈ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં વિવિધ કોર્સના એડમિશનમાં લેવા માટેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ગ્રેજ્યુએશન માટે કોર્સની મુદ્દ 28 ઓગસ્ટ સુધી રાખવામાં આવી હતી તે વધારીને 15 સપ્ટેમ્બર સુધી કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની કુલ 88 હજરા 451 બેઠકો માટે અત્યાર સુધીમાં 74 હજાર 300 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી છે ત્યારે બાકીની બેઠકો ભરાઈ જાય તે માટે કોલેજમાં પ્રવેશની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારનો સુરતની ગ્રાન્ટેડ કોલેજોને લઇ નિર્ણય

આ તરફ સુરતની 9 ગ્રાન્ટેડ કોલેજોનું વીર નર્મદ યુનિવર્સિટી સાથે જોડાણ કરવાની મંજૂરી મળતા મુદ્દો વિવાદિત બન્યો છે મહત્વનું છે કે કોલેજોના વીર નર્મદ યુનિવર્સિટીના જોડાણ સાથે 3 ખાનગી યુનિવર્સિટીને પણ મંજૂરી આપવામાં આવી ત્યારે ખાનગી યુનિવર્સિટીના સંચાલકોએ નવા વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ જોડાણને થયાવત રાખવા રજૂઆત કરાતા હવે સરકારની મંજૂરી બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તેવું લાગી રહ્યું છે. 


સુરતની 9 ગ્રાન્ટેડ કોલેજોનું વીર નર્મદ યુનિ સાથે જોડાણ રહેશે

જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મહદંશે આદિવાસી વિદ્યાર્થીઓ ભણતા હોય છે. ગરીબ અને મધ્યમ વર્ગના તેમજ ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુરત સુધી યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરવા માટે આવતા હોય છે. વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે સારૂં શિક્ષણ મળે તે હેતુથી કોલેજ શરૂ કરવામાં આવે છે. 


3 ખાનગી યુનિ.ની મંજૂરી બાદ મુદ્દો વિવાદિત બન્યો હતો

યુનિવર્સિટી દ્વારા સુરત શહેરની છ અને બારડોલીને ત્રણ જેટલી કોલેજનું જોડાણ રદ્દ કર્યું છે પરતું હવે આ કોલેજોનું જોડાણ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રીએ 9 ગ્રાન્ટેડ કોલેજોના જોડાણની મંજૂરી આપી છે.જો કે વિદ્યાર્થીઓ-અધ્યાપકોની જોડાણ યથાવત રાખવાની રજૂઆતો કરવામાં આવતા રાજ્ય સરકારે સુરતી ગ્રાન્ટેડ કોલેજોને લઈ નિર્ણય કર્યો છે. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ