બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Police Commissioner Shamsher Singh transfers 54 personnel of Karelibaug, Rawapura police station

ધ્રુજારી / વડોદરા પોલીસ કમિશ્નરનો સપાટો : 8 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 54 પોલીસકર્મીઓની બદલી

Vishnu

Last Updated: 09:34 PM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કારેલીબાગ, રાવપુરા પોલીસ સ્ટેશનનો આખે આખો સ્ટાફ બદલી કાઢ્યો. 8 વર્ષથી એકજ જગ્યાએ ફરજ બજાવતા 54 પોલીસ કર્મીઓની બદલી

  • વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંઘનો સપાટો
  • કારેલીબાગ, રાવપુરા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ બદલાયો
  • 54 પોલીસકર્મીઓની કરવામાં આવી બદલી

વડોદરાના વિવાદિત પોલીસ સ્ટેશન હાલ પોલીસ કમિશ્નર શમશેરસિંઘના નજર પર છે. ખાસ કરીને કારેલીબાગ, રાવપુરા પોલીસ સ્ટેશન પર CP શમશેરસિંઘના ટાર્ગેટ પર છે. કારેલીબાગ, રાવપુરા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ બદલી નાખવામાં આવ્યો છે. 8 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 54 જેટલા કર્મીઓને બદલીના ઓર્ડર આપી અન્ય સ્થળે હાજર થવાનાનો હુકમ પારિત કરી દેવામાં આવ્યો છે. CP શમશેરસિંઘે બીજી વખત બદલીના ઘાણમાં ASI, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ આવી ગયા છે. 

આ પહેલા કારેલીબાગના 87 પોલીસકર્મીઓની એક સાથે કરી હતી બદલી
18 ફેબ્રુઆરીના રોજ વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘે મોટો નિર્ણય લેતા કારેલીબાગ પોલીસ સ્ટેશનના 87 પોલીસકર્મીઓની એક સાથે બદલી કરી દીધી હતી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 PSI સહિત તમામને વહીવટી કારણોસર શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં આ બદલી થયેલા પોલીસકર્મીઓને પોસ્ટિંગ અપાયું હતું .બુટલેગર અને જુગારધામ સાથે સાંઠગાઠને લઇ કારેલીબાગ પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યું હતું. તો તાજેત્તરમાં દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો થયો હતો. હાલમાં અન્ય પોલીસ સ્ટેશનમાંથી 2 PSIની કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નિમણૂંક પણ કરી દેવામાં આવી હતી.

કારેલીબાગ પોલીસ સ્ટેશન અને વિવાદ
કારેલીબાગ પોલીસ સ્ટેશન ઘણા સમયથી વિવાદના વંટોળે ચડેલું હતું. કારેલીબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ દબાણ થયેલી જગ્યાને દૂર કરવા  ગત 8 ફેબ્રુઆરીના રોજ પાલિકાની ટીમ પહોંચી હતી. જ્યાં વડોદરાના ડેપ્યુટી મેયર નંદાબેન જોશી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ હાજર હતા. આ દરમિયાન ગેરકાયદે ફૂટ સ્ટોલવાળાએ હુસેન સુન્નીએ ડેપ્યુટી મેયર સહિતનાઓ પર LPG સિલિન્ડર ફેંકી હુમલો કર્યો હતો આ સિવાય કારેલીબાગ પોલીસકર્મીઓ બુટલેગર અને જુગારધામ સાથે સાંઠગાઠ કરી છાવરતા હોવાનો પણ આરોપ થયો હતો. 

રાવપુરા પોલીસ સ્ટેશન 84 પોલીસ કર્મીઓનીની કરી હતી બદલી
5 માર્ચના રોજ વડોદરાના પોલીસ સ્ટેશન વારંવાર વિવાદમાં આવતા વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેર સિંઘે રાવપુરા પોલીસ સ્ટેશનના LRD થી લઇ ASI સુધીના 84 પોલીસ કર્મીઓની વિવિધ પોલીસ મથકોમા સામુહિક બદલી કરી દેવામાં આવી હતી. તે સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી 87 કર્મીઓની રાવપુરા પોલીસ સ્ટેશનમાં હુકમ કરી નિમણૂક કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ