આ વખતે તાનારીરી મહોત્સવમાં 3 વિશ્વ વિક્રમ બનાવવામાં આવ્યા છે. કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 6ઠ્ઠી નવેમ્બરે સાંજે 7.30 વાગે તાના-રીરી મહોત્સવ-2019ના શરૂ કરવામાં આવ્યો હતો. જયારે આજે તેનું સમાપન યોજવામાં આવશે.
3 વિશ્વ વિક્રમ બનાવાયા
કયા વર્ષે કોને મળ્યો એવોર્ડ
દીપક રાગને બુઝાવવા ગવાયો હતો મેઘ મલ્હાર
આ મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૦થી તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાઇ હતી.
3 વિશ્વ વિક્રમ બનાવાયા
ગ્રીનીસ રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને વલ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં મળ્યું સ્થાન
30 મિનીટમાં 150 તબલા વાદકો દ્વારા 28 અલગ અલગ તાલ વગાડી વિશ્વ રેકોર્ડની રચના કરી
108 વાંસળી વાદકોએ રાગ ખમાજ પર ધુન વૈષ્ણવજન અને રાષ્ટ્રગીત વગાડી વિશ્વ રેકોર્ડની રચ્યો
એક મીનીટમાં કલાગુરૂ શીતલબેન બારોટ ૦૯ અલગ અલગ ચહેરાના ભાવો નવ રસ પ્રમાણે રજુ કરી વિશ્વ રેકોર્ડની રચના કરી છે.
દીપક રાગને બુઝાવવા ગવાયો હતો મેઘ મલ્હાર
તાનસેનને દીપક રાગનું ગાન કરતાં, તેના શરીરમાં અગનજવાળાઓ ઉઠી હતી. જેને મેઘ મલ્હાર રાગ ગાઇ તાના-રીરી બહેનોએ શાંત કરી હતી. આ બાબતની જાણ થતાં અકબર બાદશાહે બે બહેનોને દીલ્હી દરબારમાં બોલાવ્યા હતા પરંતુ તેઓ ત્યાં ન જતા વડનગર ખાતે જાતે અગ્નિસ્નાન કર્યું હતું. આ બે બહેનોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી મહોત્સવ ઉજવાય છે.
કયા વર્ષે કોને મળ્યો એવોર્ડ
2010-2011માં સંયુકત રીતે સંગીત બેલડી લતા અને ઉષા મંગેશ્કરને,
2012માં પદ્મભૂષણ ગિરીજાદેવીને,
2013માં કિશોરી અમોનકર,
2014માં સુશ્રી બેગમ પરવીન સુલતાના,
2015માં સુશ્રી સ્વર યોગીની ડો. પ્રભા,
2017માં શ્રીમતી વિદુષી મંજુબહેન મહેતા અમદાવાદ અને ડો. શ્રીમતી લલીત જે રાવન મહેતા બેંગ્લોરને અર્પણ કરાયો હતો.
2018નો એવોર્ડ પદ્મભૂષણ ડો.શ્રીમતી એન રાજમ અને સુશ્રી વિદુષી રૂપાંદે શાહને અર્પણ કરાયો હતો