બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / vaccination center more than 200 staff get positive

મહામારી / ભારે કરી... જે વેક્સિન સેન્ટર પર લોકો રસી લેવા ગયા ત્યાં જ કોરોના વિસ્ફોટ, 200 વ્યક્તિ પોઝિટિવ

ParthB

Last Updated: 03:34 PM, 13 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલેશિયામાં મંગળવારે એક મોટા સામૂહિક વેકસીનેશન સેન્ટરને બંધ કરી દેવામાં આવ્યું. આ પાછળનું કારણ ઘણું જ ગંભીર છે.

  • 200 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા
  • 453 હેલ્થ વર્કર્સનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો
  • આ દેશમાં 8 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત  


200 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા
મલેશિયામાં મંગળવારે એક મોટા સામૂહિક વેકસીનેશન સેન્ટરને બંધ કરી દેવામાં આવ્યું. આ પાછળનું કારણ ઘણું જ ગંભીર છે. આ સેન્ટરમાં કામ  કરતાં મેડિકલ સ્ટાફના 200 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા. ત્યાંનાં વિજ્ઞાનમંત્રી ખૈરી જમાલુદ્દીને કહ્યું છે કે એ હજી એ કારણ સામે નથી આવ્યું કે આ સંક્રમણ સેન્ટરમાંથી જ ફેલાયું કે પછી બહારથી આવ્યું. તેમણે વધુમાં  કહ્યું કે સરકાર દ્વારા વધુ ઝડપે પગલાં લેવામાં આવી રહ્યા છે જેના કારણે ક્લસ્ટર બનતા રોકવામાં ઘણી મોટી સફળતા મળી છે. 

453 હેલ્થ વર્કર્સનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો 
આ મંત્રીએ ત્યાંનાં લોકોને આગ્રહ કર્યો છે કે જે લોકોએ શુક્રવારે આ સેન્ટર પર આવી વેકસીનેશન કરાવ્યું છે તે તમામ લોકો દસ દિવસ માટે પોતાની સેલ્ફને આઇસોલેટ કરી લે. તેઓ મલેશિયાના રસીકરણના પ્રમુખ પણ છે. તેમણે કહ્યું કે દેશના કેન્દ્રીય પ્રદેશ સેલાંગરમાં પહેલા કર્મચારી કોરોના પોઝિટિવ મળ્યા હતા. ત્યાર પછી તેમણે ત્યાંના બધા જ 453 હેલ્થ વર્કર્સનો કોરોનાનો ટેસ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો. તેમાંથી કુલ 204 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. વધુમાં તેમણે કહ્યું કે આ બધા જ લોકોમાં કોરોનાનો લોડ ઘણો ઓછો હતો, એટલે કે આ લોકોમાં વાયરસની માત્રા ઘણી ઓછી હતી. તેમનામાં સંક્રમણના લક્ષણ ઘણા જ ઓછા હતા.  

આ દેશમાં 8 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત 
હાલમાં તે વેક્સિન સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું છે, કારણકે તે સેન્ટરને સંપૂર્ણ રીતે સેનેટાઈઝ કરી દેવામાં આવે. વધુમાં ત્યાં કામ કરતાં બીજા લોકોને પણ આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. હવે આ સેન્ટરને ફરીથી બુધવારે ખોલવામાં આવશે. ત્યારે અહિયાં નવી ટીમ મૂકવામાં આવશે. એક જૂન બાદ અહિયાં લોકડાઉન આપી દેવામાં આવ્યું છે તેમ છતાં અહિયાં કોરોનાના સતત કેસો સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 8,44,000 લોકોમાં કોરોના સંક્રમણ ફેલાયેલું છે અને 6200 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધી માત્ર 11 ટકા લોકોનું જ વકેસીનેશન થઈ ચૂક્યું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ