બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Uttar Pradesh DGP Mukul Goel Removed From Post For Disobeying Orders, Neglecting Duty

પ્રશાસનિક નિર્ણય / યુપીના DGP મુકુલ ગોયલની સામે યોગી સરકારની મોટી કાર્યવાહી, હોદ્દા પરથી હટાવ્યાં, જાણો કેમ આવું કરાયું

Hiralal

Last Updated: 08:57 PM, 11 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીની યોગી સરકારે ડીજીપી મુકુલ ગોયલની સામે મોટી કાર્યવાહી કરતા તેમને હોદ્દા પરથી હટાવી દીધા છે.

  •  DGP મુકુલ ગોયલ પર યોગી સરકારની મોટી કાર્યવાહી
  • સરકારી કામમાં અવગણના બદલ હોદ્દા પરથી હટાવાયા 
  • ડીજી સિવિલ ડિફેન્સના ચીફ બનાવાયા 
  • મુકુલ ગોયલ 1987 ની બેચના આઈપીએસ અધિકારી

યોગી સરકારે રાજ્યના પોલીસ વડા  મુકુલ ગોયલને પદ પરથી હટાવીને તેમને  સિવિલ ડિફેન્સના ડીજી પદે નિયુક્તી આપી છે. યોગી સરકારે  એડીજી પ્રશાંત કુમારને ડીજીપીનો ચાર્જ સોંપ્યો છે. 2 જુલાઈ 2021 ના દિવસે તેમણે ડીજીપીનો કાર્યભાર સંભાળ્યો હતો, આમ એક વર્ષ કરતા પણ ઓછા સમયમાં તેમણે ડીજીપી પદ ગુમાવવું પડ્યું છે. માહિતી વિભાગે પરિપત્ર બહાર પાડીને આ નિર્ણયની જાણકારી આપી હતી. 

સરકારી આદેશની અવગણના બદલ કરાઈ કાર્યવાહી 
યોગી સરકારે  મુકુલ ગોયલને સરકારી કામની અવગણના, ખાતાકીય કામમાં રસ ન લેવા બદલ ડીજીપી પદેથી હટાવી દીધા છે. આરોપ છે કે તેઓ સરકારી આદેશની અવગણના કરતા હતા અને પોતાનું ધાર્યું કરતા નહોતા. આ વાતની ગંભીર નોંધ લઈને યોગી સરકારે કાર્યવાહી કરી હતી. 

મુકુલ ગોયલની કાર્યશૈલી પર સવાલ ઊભા થયા હતા 

મુકુલ ગોયલ આ પહેલા પણ ઘણા વિવાદોમાં રહી ચૂક્યા છે. કેટલીક ઘટનાઓ એવી પણ બની છે જ્યારે તેમની કાર્યશૈલી પર પણ સવાલો ઉભા થયા હતા. આ જ કડીમાં વર્ષ 2000માં મુકુલ ગોયલને તે સમયે એસએસપીના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય નિર્ભય પાલ શર્માની હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2006ના કથિત પોલીસ ભરતી કૌભાંડમાં કુલ 25 આઈપીએસ અધિકારીઓના નામ હતા. તેમાં મુકુલ ગોયલનું નામ પણ સામેલ હતું.

કોણ છે મુકુલ ગોયલ?

મુકુલ ગોયલ 1987 ની બેચના આઈપીએસ અધિકારી છે. પોતાની લાંબી કારકિર્દીમાં તેમણે ઘણા મહત્વના પદો પર પણ કામ કર્યું છે અને તેમને પોતાના કામ માટે સન્માન પણ મળ્યું છે. મુકુલ ગોયલનો જન્મ 22 ફેબ્રુઆરી, 1964ના રોજ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં થયો હતો. મુકુલ ગોયલે આઈઆઈટી દિલ્હીથી ઇલેક્ટ્રિકલમાં બીટેક સાથે મેનેજમેન્ટમાં એમબીએની ડિગ્રી મેળવી હતી. આ ઉપરાંત ફ્રેન્ચ ભાષા પર પણ તેની જબરદસ્ત પકડ છે.1987માં આઈપીએસ અધિકારી બન્યા બાદ મુકુલ ગોયલની પહેલી પોસ્ટિંગ નૈનીતાલમાં એડિશનલ એસપી નૈનિતાલ તરીકે થઈ હતી. પ્રોબેશન પિરિયડ પૂરો કર્યા બાદ એસપી સિટી બરેલીની રચના કરવામાં આવી હતી અને કેપ્ટન તરીકે અલ્મોડા મુકુલ ગોયલનો પ્રથમ જિલ્લો હતો. અલ્મોડા બાદ મુકુલ ગોયલ જાલૌન, મૈનપુરી, આઝમગઢ, હાથરસ, ગોરખપુર, વારાણસી, સહારનપુર, મેરઠ સહિત અનેક જિલ્લાઓમાં કેપ્ટન હતા. સાથે જ તેમને ઈઓડબ્લ્યુ અને વિજિલન્સમાં પણ એસપી બનાવવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ