ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Travel / પ્રવાસ / તમારા કામનું / ટ્રેનની તત્કાલ ટિકિટ મિનિટોમાં જ બુક થશે, IRCTC એકાઉન્ટમાં ચેન્જ કરી દો આ સેટિંગ્સ
Last Updated: 10:34 PM, 25 November 2025
ADVERTISEMENT
IRCTC Tatkal Ticket Booking Tips: ભારતીય રેલ્વે લગભગ 19 ઝોનમાં ટ્રેનો ચલાવે છે. ટ્રેનો દેશના લગભગ દરેક ખૂણા સુધી પહોંચે છે, અને લાખો લોકો દરરોજ ટ્રેન દ્વારા મુસાફરી કરે છે,ટ્રેન ટિકિટ બુક કરવા માટે ફક્ત એક પ્લેટફોર્મ આઇઆરસીટીસી છે, દેશભરના મુસાફરો આઇઆરસીટીસી દ્વારા ટ્રેન ટિકિટ બુક કરે છે.
ADVERTISEMENT
IRCTC પર ટિકિટ બુક કરવી એ એક મુશ્કેલ કાર્ય છે. અમે આ એટલા માટે કહીએ છીએ કારણ કે તેમાં હજુ પણ દલાલોનું વર્ચસ્વ છે. આને રોકવા માટે સરકારે IRCTC પર ટિકિટ બુક કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે, પરંતુ આજે પણ, આમ આદમી તત્કાલ ટિકિટ બુક કરી શકતો નથી.

ADVERTISEMENT
સમજદારીથી કામ
IRCTC બુકિંગ મુશ્કેલ હોવા છતાં તે અશક્ય નથી. તમે તમારા IRCTC એકાઉન્ટમાં થોડી સેટિંગ્સ બદલીને સરળતાથી તત્કાલ ટિકિટ બુક કરી શકો છો. સામાન્ય રીતે મુસાફરોની વિગતો દાખલ કરવામાં અને પેમેટ કરવામાં સૌથી વધુ સમય પસાર થાય છે. તમે આથી બચી જશો તો કોઈ તમને તત્કાલ ટિકિટ બુક કરવાથી રોકી શકશે નહીં. ચાલો જાણીએ કેઆઇઆરસીટીસીથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે તમે કઈ બે સેટિંગ્સ બદલી શકો છો.
ADVERTISEMENT
માસ્ટર લિસ્ટ
તમે વારંવાર ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા આઇઆરસીટીસી એકાઉન્ટમાં માસ્ટર લિસ્ટ બનાવવું જરૂરી છે. માસ્ટર લિસ્ટમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની સંપૂર્ણ વિગતો હોય છે. બુકિંગ દરમિયાન તમારે મુસાફરોની વિગતો દાખલ કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે આ આપમેળે ભરાઈ જાય છે.
ADVERTISEMENT

માસ્ટર લિસ્ટમાં 12 મુસાફરો
ADVERTISEMENT
તમે એક એકાઉન્ટમાં 12 મુસાફરોની યાદી બનાવી શકો છો. આ ખાસ કરીને તત્કાલ ટિકિટો માટે ઉપયોગી છે, જ્યાં તમારી પાસે આ બધી વિગતો ભરવાનો સમય નથી. તત્કાલ ટિકિટ બુક કરતી વખતે દરેક સેકન્ડ કિંમતી હોય છે.
માસ્ટર લિસ્ટ કેવી રીતે બનાવવી
ADVERTISEMENT
તમે વેબસાઇટ irctc.co.in અથવા એપ્લિકેશનમાં લોગ ઇન કરીને માસ્ટર લિસ્ટ બનાવી શકો છો. લોગ ઇન કર્યા પછી 'My Profile' અથવા 'Master List' વિભાગમાં જાઓ. 'Add Passenger' બટન દબાવીને એક નવો મુસાફર ઉમેરો. ફોર્મમાં તમારું નામ, ઉંમર, લિંગ, સરનામું, ફોન નંબર અને આઇડી નંબર દાખલ ભરો.
આ પણ વાંચોઃ સરકારી કંપનીમાં નોકરીની સોનેરી તક, ધોરણ 10 પાસ ઉમેદવારો ફટાફટ કરો એપ્લાય

IRCTC વોલેટ
તમારી મુસાફર વિગતો ભર્યા પછી સૌથી મોટો પડકાર પેમેટ કરવાનો છે. ટિકિટ બુક કરાવતા પહેલા તમારે પિન અથવા ઓટીપી દાખલ કરવો પડશે. જોકે જો તમે તમારા IRCTC વોલેટમાં પહેલાથી પૈસા જમા રાખ્યા હોય તો તમારે આ કરવાની જરૂર રહેશે નહીં અને તમે સરળતાથી ટિકિટ બુક કરી શકો છો.
તમે તમારા આઇઆરસીટીસી એકાઉન્ટમાં આ બે સેટિંગ્સ અગાઉથી સેટ કરો છો તો તમે તત્કાલ ટિકિટ બુક કરવામાં સફળ થશો. મોટાભાગનો સમય મુસાફરોની વિગતો ભરવામાં અને પછી ચુકવણી કરવામાં જાય છે. તમારા IRCTC વોલેટમાં પૈસા હોય તો ટિકિટ ઝડપથી બુક થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT