ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Travel / તમારા કામનું / દિવાળી પર ઘરે લઈ આવો નવી કાર, આ બેંકો આપી રહી છે સૌથી સસ્તી લોન

તમારા કામનું / દિવાળી પર ઘરે લઈ આવો નવી કાર, આ બેંકો આપી રહી છે સૌથી સસ્તી લોન

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:04 PM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Car Loan: દિવાળીને હવે થોડા દિવસો બાકી રહયા છે. ઘણા પરિવારો આ દિવાળીએ નવી કાર વસાવવાનું વિચારતા હશે.

ADVERTISEMENT

Car Loan: દિવાળીને હવે થોડા દિવસો બાકી રહયા છે. ઘણા પરિવારો આ દિવાળીએ નવી કાર વસાવવાનું વિચારતા હશે. બેંકો હવે કાર માટે સસ્તી લોન આપી રહી છે. વ્યાજ દર, ઇએમઆઇ અને પ્રોસેસિંગ ફી જોઈને યોગ્ય લોન કેવી રીતે પસંદ કરવી તે સમજીએ.

ઘણા લોકોએ આ દિવાળી પર નવી કાર ખરીદવાનું મન બનાવી લીધુ છે. ખાસ કરીને જીએસટી સુધારા અને કાર કંપનીઓ દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટ પછી. જોકે યોગ્ય કાર લોન પસંદ કરવી મહત્વપૂર્ણ છે. આ દિવાળીએ કઈ બેંકો સૌથી સસ્તી કાર લોન આપી રહી છે તે જાણો.

car-safty-tips

યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો વ્યાજ દર 7.80 ટકાથી 9.70ટકા સુધીનો છે. 5 વર્ષની મુદત માટે 5 લાખ રૂપિયાની લોન પર ઇએમઆઇ 10,090 થી 10,550 રૂપિયા રહેશે. તહેવારોની ઓફર હેઠળ પ્રોસેસિંગ ફી મફત છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 8.80ટકા થી 9.90ટકા વ્યાજ દર ઓફર કરે છે. ઇએમઆઇ રૂપિયા 10,331 થી રૂપિયા 10,599 રહેશે. એસબીઆઇમાં કોઈ પ્રોસેસિંગ ફી નથી.

આઇડીબીઆઇ બેંક 8.30ટકાથી 9.15ટકા વ્યાજ દર ઓફર કરે છે. ઇએમઆઇ 10,210 થી 10,416 રૂપિયાની વચ્ચે રહેશે. પ્રોસેસિંગ ફી મહત્તમ 2,500 રૂપિયા છે.

car-simple

પંજાબ નેશનલ બેંકનો વ્યાજ દર 7.85ટકાથી 9.70ટકા સુધીનો છે. 5 લાખ રૂપિયાની લોન પર ઇએમઆઇ રૂપિયા 10,102 થી 10,550 રૂપિયા વચ્ચે રહેશે. પ્રોસેસિંગ ફી 0.25ટકા છે, જે 1000 થી 1500 રૂપિયા સુધીની હોઈ શકે છે.

બેંક ઓફ બરોડા 8.15ટકા થી 11.60ટકા વ્યાજ દર પર લોન આપે છે. આ લોન પર ઇએમઆઇ રૂપિયા 10,174 થી 11,021 સુધીનો રહેશે. પ્રોસેસિંગ ફી મહત્તમ રૂપિયા 2000 સુધીની છે.

બેંક ઓફ ઈન્ડિયા 7.85ટકાથી 12.15 ટકા વ્યાજ દરે કાર લોન આપે છે. ઇએમઆઇની વાત કરીએ તો રૂપિયા 10,102થી 11,160 સુધીની રહેશે. પ્રોસેસિંગ ફી 0.25ટકા છે, જે રૂપિયા 2,500 થી રૂપિયા 10,000 સુધીની હોઈ શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ કોઈ કહે છે કપડા સીધા સૂકવો, તો કોઈ કહે છે ઊંધા સૂકવો, જાણી લો સાચી રીત

યૂકો બેંકમાં વ્યાજ દર 7.60ટકાથી 10.25ટકા જેટલો છે. 5 વર્ષની લોન માટે ઇએમઆઇ રૂપિયા 10,043 થી રૂપિયા 10,685 જેટલો રહેશે. પ્રોસેસિંગ ફી 0.50 ટકા એટલે કે 5,000 રૂપિયા છે.

ઇન્ડિયન ઓવરસીઝ બેંક 7.80ટકાથી 12.00ટકા વ્યાજ દર ઓફર કરે છે. ઇએમઆઇ 10,090 થી 11,122 રૂપિયાની વચ્ચે રહેશે. પ્રોસેસિંગ ફી 0.50 ટકા એટલે 500 થી 5000 રૂપિયા સુધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Car Loan Petrol Car Loan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ