બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / US president donald trump PM modi meeting france G-7 Summit on kashmir

G-7 Summit / ટ્રમ્પની સામે કાશ્મીર પર સવાલ થતાં PM મોદીએ આપ્યો આ જવાબ

Dhruv

Last Updated: 08:13 PM, 26 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાંસનાં G-7 શિખર સંમેલનમાં સોમવારનાં રોજ પ્રધાનમંત્રી મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બેઠક થઇ. આ મહત્વની બેઠકમાં કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો. પ્રધાનમંત્રી મોદીએ આ વૈશ્વિક મંચથી એ સ્પષ્ટ સંદેશો આપી દીધો કે કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો છે. આ મામલા પર કોઇ પણ ત્રીજા દેશની દખલગીરી ભારતને મંજૂર નથી.

 

Modi Trump G 7 Summit

દ્રિપક્ષીય વાર્તા દરમ્યાન મોદીએ કહ્યું કે, જ્યારે પણ મોકો મળે છે ત્યારે અમે મળીએ છીએ. પીએમ મોદીએ (narendra modi) કહ્યું કે, અનેક વિષયો પર ઊંડાઇથી વાતચીત થાય છે. બંને નેતાઓની આ મુલાકાત G-7 સંમેલનમાં થઇ છે. મોદીએ કહ્યું કે, ભારતમાં ચૂંટણી બાદ પાકિસ્તાને પીએમ ઇમરાન ખાન સાથે ફોન પર વાતચીત કરી હતી. મોદીએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બંને દેશો ગરીબી સામે લડે છે. પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિની સામે જ્યારે કાશ્મીરને લઇ સવાલ કર્યો ત્યારે મોદીએ કહ્યું કે, કાશ્મીરનો મુદ્દો દ્રિપક્ષીય છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald trump) કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીની સાથે દ્રિપક્ષીય વાર્તા દરમ્યાન અમે વેપાર, સેના અને અન્ય મુદ્દાઓ પર વાતચીત કરી. અમારી વચ્ચે અલગ-અલગ વધુ મહત્વનાં મુદ્દાઓ પર વાતચીત કરી. અમે ગઇ કાલની રાત્રીએ ડિનર પર સાથે હતાં. મેં પ્રધાનમંત્રી મોદી પાસેથી ભારતનાં વિષયમાં ઘણી બધી મહત્વની બાબતો શીખી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે અચાનક જ પોતાનાં નિવેદનથી પલટાઇ ગયાં. આ પહેલા તેઓએ એમ કહીને મુદ્દાને ઉછાળ્યો હતો કે પ્રધાનમંત્રી મોદીએ કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતાની રજૂઆત કરી હતી.

Modi and Trump

ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારત અને પાકિસ્તાનનાં મુદ્દાને દ્રિપક્ષીય જણાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, અમે રવિવારનાં રાત્રીએ કાશ્મીર મુદ્દા પર વાત કરી. પીએમ મોદી માને છે કે તેની પર તેમનું નિયંત્રણ છે. તેઓ પાકિસ્તાનની સાથે વાત કરશે અને તેઓ કંઇક એવું કરશે કે જે વધારે ઉત્તમ હશે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ તેમણે જણાવ્યું કે, કાશ્મીરમાં બધું જ નિયંત્રણમાં છે. આ મુલાકાત દરમ્યાન મોદીએ ટ્રમ્પને કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે તમામ મુદ્દાઓનું સમાધાન દ્રિપક્ષીય વાર્તાથી જ કરી શકાય છે. આ મુલાકાત બાદ ટ્રમ્પે કહ્યું કે, મોદીએ જણાવ્યું કે, કાશ્મીરમાં બધું જ નિયંત્રણમાં છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાં એક એવું નિવેદન આપ્યું હતું કે, જેનાંથી ભારતની રાજનીતિમાં ભૂચાલ આવી ગયો હતો. ઇમરાન ખાનની સામે ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ કાશ્મીર નાં મુદ્દા પર મધ્યસ્થતા માટે તૈયાર છે અને આ માટે તેઓએ પીએમ મોદી સાથે પણ વાતચીત કરી છે. ટ્રમ્પનાં આ કથન પર ખૂબ બબાલ પણ થઇ. ભારત સરકારે આની પર સફાઇ પણ આપી અને બાદમાં ટ્રમ્પનાં આ દાવાને ખોટો કરાર કરી દીધો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ