ક્રિકેટર રિષભ પંતનાં જન્મદિવસ પર ઉર્વશી રૌતેલાએ બર્થ ડે વિશ કરતો વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ફ્લાઈંગ કિસ કરતી પણ જોવા મળે છે.
આજે ક્રિકેટર રિષભ પંતનો જન્મદિવસ
ઉર્વશી રૌતેલાએ બર્થ ડે વિશ કરતો વિડીયો શેર કર્યો
વિડીયોમાં રિષભનું નામ લીધું નથી
આજે ક્રિકેટર રિષભ પંતનો જન્મદિવસ
ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત મંગળવારે એટલે કે 4 ઓક્ટોબર 2022નાં રોજ 25 વર્ષના થઇ ગયા છે. તેમના જન્મ દિવસ પર ફેન્સ સહીત ખેલ જગતના ઘણા દિગ્ગજોએ પણ શુભેચ્છાઓ પાઠવી છે, જ્યારે તેમની ગર્લફ્રેન્ડ ઇશા નેગીએ પણ રોમાંટિક અંદાજમાં બર્થ ડે વિશ કર્યું છે.
આ દિવસે રિષભ પંતને બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ પણ અનોખા અંદાજમાં બર્થ ડે વિશ કર્યું છે. તે પોતાના બધા જ ઝઘડાઓ અને લડાઈઓ ભૂલી ચુકી છે. ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો છે અને તરત જ વિડીયો વાયરલ પણ થઇ ગયો. યુઝર્સે પણ ઉર્વશીની આ પોસ્ટ પર જાતજાતના રિસ્પોન્સ આપ્યા છે.
ઉર્વશી હજુ જુએ છે પંતની રાહ
ઉર્વશીએ પોસ્ટમાં લખ્યું છે કે હેપ્પી બર્થ ડે. જોકે, તેણે પોતાની પોસ્ટમાં ક્યાય રિષભ પંતનું નામ લીધું નથી, પણ ગત દિવસોમાં ઉર્વશી - રિષભ પંત વચ્ચે જે કંઈપણ થયું, તે ધ્યાનમાં રાખતા ફેન્સ માની રહ્યા છે કે આ પોસ્ટ રિષભ પંત માટે જ કરવામાં આવી છે.
વિડીયોમાં ઉર્વશીએ રેડ ડ્રેસ પહેર્યો છે. આ વિડીયોમાં તે કોઈની રાહ જોતી હોય એવા એક્સપ્રેશન આપી રહી છે. પછી તેણે gift તરીકે ફ્લાઈંગ કિસ પણ આપી. વિડીયો જોઇને લાગે છે કે ઉર્વશી હજુ પણ રિષભ પંતની રાહ જોઈ રહી છે.
યુઝર્સે કરી જાતજાતની કમેન્ટ્સ
ઉર્વશીની પોસ્ટ પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે ભાભી, ઋષભ ભૈયા કા બર્થ ડે.' એક અન્ય યુઝરે લખ્યું કે હેપ્પી બર્થ ડે મિસ્ટર RP17. સમજી રહ્યા છો ને.