બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / UP police on high alert after stone pelting in delhi jahangirpuri

BIG NEWS / દિલ્હી બાદ આખા યુપીમાં હાઈઍલર્ટ: ભારે સંખ્યામાં ફોર્સ તૈનાત, સંવેદનશીલ વિસ્તારમાં ઉતર્યા કમિશનર

Parth

Last Updated: 08:16 AM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં હનુમા જન્મોત્સવ પર થયેલ હિંસા બાદ ઉત્તર પ્રદેશમાં પોલીસને હાઇ અલર્ટ આપવામાં આવ્યું છે જે બાદ ભારે ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.

  • દિલ્હીની ઘટનાના પડઘા યુપીમાં 
  • યુપીના તમામ જિલ્લાઓમાં હાઇ અલર્ટ 
  • ભારે સંખ્યામાં પોલીસ ફોર્સ ઉતારવામાં આવી 

ફરી અશાંત થયો દેશ 
દેશના ઘણા રાજ્યોમાં છેલ્લા ઘણા સમયથી પથ્થરમારાની ઘટનાઓ વધી રહી છે જે બાદ કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.  રામનવમી પર થયેલ પથ્થરમારા બાદ પણ ઘણા રાજ્યોમાં હનુમાન જયંતીના દિવસે પથ્થરમારા થયા, પ્રજાની અંદર પોલીસની કાર્યવાહી પર પણ આક્રોશ જોવા મળી રહ્યો છે કે હાલ જ આટલી ગંભીર ઘટનાઓ થઈ છતાં અસામાજિક તત્વોની તાકાત એટલી કઈ રીતે વધી ગઈ કે ફરીથી એ જ ઘટનાને અંજામ આપે. 

દિલ્હીમાં અજંપો 
દેશની રાજધાની દિલ્હીમાં ફરી અજંપાભરી સ્થિતિને જોતાં ઉત્તર પ્રદેશમાં હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. બે વર્ષ પહેલા આ જ દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા ત્યારે હવે આ વખતે હનુમાન જયંતીના અવસર પર પથ્થરમારાની ઘટના બાદ ભારે સંખ્યામાં ફોર્સ તૈણત કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ પણ એક્શનમાં છે, પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહી સૂચના આપવામાં આવી છે. દિલ્હીમાં થયેલ ઘટનાના પડઘા ઉત્તર પ્રદેશમાં પડી રહ્યા છે. 

આખા યુપીમાં હાઇઅલર્ટ 
આખા યુપીમાં પોલીસને હાઇ અલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. કેટલાય શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં ફોર્સને રસ્તા પર તૈનાત કરી દેવામાં આવી છે. લખનૌમાં કમિશનર ઠાકુર પોતે ખડેપગે છે અને સંવેદનશીલ વિસ્તારમાં ફરી રહ્યા છે. ખાસ કરીને દિલ્હીથી નજીક આવેલા જિલ્લાઓમાં પોલીસ દોડતી થઈ છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 

  • લખનૌમાં કમિશનર દ્વારા પેટ્રોલિંગ 
  • હાપુડમાં ફ્લેગ માર્ચ 
  • નોઇડામાં ખૂણેખૂણે પોલીસ તૈનાત 
  • કુશીનગરમાં પણ કરાયું ફ્લેગમાર્ચ 

કર્ણાટકમાં પણ પરિસ્થિતિ બગડી 
દિલ્હીના જહાંગીરપૂરીમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ તપાસ શરૂ થઈ ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં ભારે સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. દિલ્હીમાં હાલમાં પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે ત્યારે કર્ણાટકના હુબ્લીમાં પણ પથ્થરમારો થયો છે. 

કેસ દાખલ કરી તપાસ શરૂ 
કર્ણાટકના હુબ્લીમાં પોલીસ સ્ટેશન પર જ પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે જેમાં એક પોલીસ ઈન્સ્પેકટર સહિત ચાર જવાન ઘાયલ થયા છે ત્યારે આખા શહેરમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. સમગ્ર મામલે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ