બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / Up pm modi to inaugurate purvanchal expressway today by landing on c 130j super hercules aircraft

ઈવેન્ટ ઓફ ધ ડે / આજે હરક્યુલસ વિમાનમાં બેસી હાઈવે પર લેન્ડ કરશે PM મોદી, વાયુસેનાનાં લડાકૂ વિમાન પણ કરશે એન્ટ્રી

Dharmishtha

Last Updated: 08:26 AM, 16 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદી આજે 341 કિલોમીટર લાંબા પૂર્વાચલ એક્સપ્રેસનું ઉદ્ધાટન કરવા માટે ઉત્તર પ્રદેશ જઈ રહ્યા છે.

  • મોદી આજે 341 કિલોમીટર લાંબા પૂર્વાચલ એક્સપ્રેસનું ઉદ્ધાટન કરશે
  • મોદીના ભાષણ બાદ લગભગ અડધો કલાકનો એક શો પણ થશે
  • મોદીની એન્ટ્રી C-130 સુપર હરક્યુલિસથી થશે

મોદી આજે 341 કિલોમીટર લાંબા પૂર્વાચલ એક્સપ્રેસનું ઉદ્ધાટન કરશે

ખાસ વાત એ છે કે કાર્યક્રમમાં પીએમ મોદીની એન્ટ્રી C-130 સુપર હરક્યુલિસથી બપોરે દોઢ વાગે પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર લેન્ડ કરશે.  પીએમના સ્વાગત માટે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ હાજર રહેશે. ત્યારે પીએમ મોદી 341 કિમી લાંબા પૂર્વાચલ એક્સપ્રેસ -વેના ઉદ્ધાટન બાદ ભાષણ આપશે. ઉલ્લેખનીય છે કે પૂર્વાંચલ એક્સપ્રેસ યોગીનો મેગા પ્રોજેક્ટ છે. ત્યારે જાણકારી મુજબ પીએમ મોદીના ભાષણ બાદ લગભગ અડધો કલાકનો એક શો પણ થશે. જેમાં દેશમાં ફાઈટર જેટ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. 

મોદીના ભાષણ બાદ લગભગ અડધો કલાકનો એક શો પણ થશે

પૂર્વાંચલ એક્સપ્રેસ વે ઉદ્ધાટન થવાની સાથે એક્સપ્રેસ - વે પર રન વે પર ઈન્ડિયન એરફોર્સના ફાઈટર વિમાન એર શોના માધ્યમથી પોતાનું શક્તિ અને શૌર્ય પ્રદર્શન કરશે. જે માટે એક્સપ્રેસ વે પર સુલ્તાનપુરમાં કુરેભાર ગામની પાસે 3.2 કિમી લાંબો રન વે બનાવ્યો છે. ફાયટર એરક્રાફ્ટ સુખોઈ જગુઆર અને મિરાજ ફ્લાઈપાસ્ટ કરશે. બપોરે 2.40 વાગે એર શો શરુ થશે.

આ પ્રોજેક્ટમાં લગભગ 22 હજાર 495 કરોડ રુપિયાનો ખર્ચ થયો

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર 341 કિમી પૂર્વાંચલ એક્સપ્રેસ વે બનાવવા માટે લગભગ 22 હજાર 495 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. આ હાઈવેથી રાજ્યના 9 જિલ્લા બારાબંકી, અમેઠી, સુલ્તાનપુર, અયોધ્યા, આંબેડકર નગર, આઝમગઢ, મઉ અને ગાજીપુરને જોડે છે.

અખિલેશે ટ્વીટ કરી કહ્યું આ અમારો પ્રોજેક્ટ છે

પીએમ મોદી દ્વારા 23 000 કરોડના ખર્ચથી બનેલા એક્સપ્રેસ વે સુલ્તાનપુર જિલ્લામાં ઉદ્ધાટનની પહેલા રાજનીતિ શરુ થઈ છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે આજે પ્રેસ કોન્ફ્રન્સમાં ભાજપ પર નિશાનો સાધ્યો. પૂર્વ સીએમે ભાજપ પર તેમની સરકારની યોજનોઓની ચોરીનો આરોપ લગાવ્યો છે.

તેમણે ટ્વીટરના માધ્યમથી ભાજપ પર સપાના કાર્યકાળની યોજનાઓને નવું નામ આપીને ક્રેડિટ ચોરવાનો આરોપ લગાવ્યો છે. તેણે ટ્વીટર પર એક તસવીર ટ્વીટ કરતા કહ્યું કે આ એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન ડિસેમ્બર 2016માં તેમની સરકારના કાર્યકાળમાં થયું હતુ. તેમણે લખ્યું કે કેટલાક લોકો પોતાનું શાસન આમ જ ચલાવે છે. બીજાની પટ્ટી પર પોતાનું જહાજ ઉતારીને .

આ રસ્તો 19 મહિનામાં બનીને તૈયાર થયો 

સીએમ આદિત્યનાથે કહ્યું કે કોવિડ -19 મહામારી છતાં આ રસ્તો 19 મહિનામાં બનીને તૈયાર થયો છે. સુલ્તાનપુર જિલ્લામાં ફાઈટર વિમાનની ઈમરજન્સી લેન્ડિંગના સમયે 3.3 કિમી લાંબો રસ્તો તૈયાર કર્યો છે. એક શો દરમિયાન મિરાજ 2000 અને Su-30MKI વિમાન ઈમરજન્સી એરસ્ટ્રીપથી અનેક વાર ઉડાન ભરશે. આ ઉપરાંત કેટલાક વિમાન કુરેભાર ગામમાં તૈયાર રનવે પર લેન્ડ કરશે. શુક્રવારે ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં રિહર્સલ કરવામાં આવ્યું.

એક્સપ્રેસ વે પર 7 મોટા અને 114 નાના પુલ હશે. 7 રેલવે પુલ રહેશે. સાથે આમાં 271 અંડરપાસ પણ બનાવશે. પ્રવાસીઓની સુરક્ષા માટે પોલીસ એમ્બ્યુલન્સ જેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ