બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Unseasonal rain forecast in Gujarat on this date with cold wave

હવામાન વિભાગ / કોલ્ડવેવ સાથે ગુજરાતમાં આ તારીખે કમોસમી વરસાદની આગાહી, રાજ્યના આ જિલ્લાઓને થશે માઠી અસર

Priyakant

Last Updated: 02:44 PM, 25 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની સાથે કોલ્ડવેવની કરી આગાહી, ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓમાં વરસાદની આગાહી

  • હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં નોંધાશે કમોસમી વરસાદ
  • હવામાનની આગાહી મુજબ ઠંડીનો ચમકારો રહેશે યથાવત
  • 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
  • બનાસકાંઠા અને પાટણમાં વરસાદ રહી શકે: હવામાન વિભાગ 
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની તો કચ્છ-સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી

ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંમાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

ફાઇલ તસવીર 

હવામાન વિભાગની મોટી આગાહી
રાજ્યમાં ઠંડીનું સામ્રાજ્ય જામ્યું છે. ઠંડીના કહેરથી શાળાએ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી સવારે વોકિંગ કરવા કે રનિંગ માટે નીકળતા સ્વાસ્થ્યપ્રેમીઓની સંખ્યા ઘટી છે. અંગોને કંપાવતી ઠંડીનો આ રાઉન્ડ લાંબો ચાલતાં લોકો મનોમન અકળાયા છે. હવે ક્યારે આ રાઉન્ડ પૂરો થશે એવી ચર્ચાઓ પણ લોકો આપસમાં કરી રહ્યા છે. આ તરફ હવે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. 

રાજ્યમાં નોંધાશે કમોસમી વરસાદ
મહત્વનું છે કે, હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, ઠંડીનો ચમકારો યથાવત રહેશે. તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીની સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી પણ કરી છે. મહત્વનું છે કે, 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એપ્રોચ કરશે જેના કારણે કોલ્ડવેવ રહેશે. જોકે 24 કલાક બાદ 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાં આંશિક રાહત મળશે. 

ફાઇલ તસવીર 


 
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી શું અસર થશે?  
હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જોકે 28 જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ 29 જાન્યુઆરીથી 3 થી 4 ડિગ્રી તાપમાં વધતા ફરી ઠંડીમાં વધારો થશે. આગામી 24 કલાકમાં સારાષ્ટ્રમાં રાજકોટ,  પોરબંદર,  ગીર સોમનાથ અને જૂનાગઢ કોલ્ડવેવની આગાહી કરાઇ છે. 

એક તરફ ઠંડી અમદાવાદ સહિત રાજ્યભરના લોકોને તોબા પોકારાવી રહી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ઠંડી અસહ્ય બનતા સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે. આવા વિષમ સંજોગોમાં હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 10 ડિગ્રી તાપમાન સાથે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. 

કોલ્ડવેવની આગાહી
સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યમાં ઠંડીનો વધારો થયો છે. રાજ્યમાં ઠંડા પવનથી લોકો ઠૂંઠવાયા છે. આજે પણ 10 ડિગ્રી તાપમાન સાથે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટી 10એ પહોંચ્યું છે. જોકે, આવતીકાલથી એટલે કે 26મી જાન્યુઆરીથી ઠંડીમાં ઘટાડો થશે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

15-20 દિવસ ઠંડીની તીવ્રતામાં ચઢ-ઉતર જોવા મળશે
સામાન્ય રીતે દેવાધિદેવ મહાદેવના પવિત્ર મહાશિવરાત્રીના તહેવાર પછી ઠંડી શિવ શિવ કરતી વિદાય લેતી હોય છે. આ વખતે 18મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનું પાવન પર્વ આવી રહ્યું છે એટલે હજુ 15-20 દિવસ ઠંડીની તીવ્રતામાં ચઢ-ઊતર જોવા મળશે. 

આજે કયા કેટલું તાપમાન નોંધાયું ? 

  • નલિયા. 5.8
  • ભુજ. 9.7
  • રાજકોટ. 8.7
  • પોરબંદર. 9
  • દિવ. 9.9
  • સુરેન્દ્રનગર. 9.9
  • કેસોદ. 8.9
  • ડીસા. 9.1
  • ગાંધીનગર. 9.2
  • અમદાવાદ. 10.4
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ