બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / unnao dalit girl postmortem pm report broken neck bone two injury on head

આટલી હદે ક્રૂરતા ! / યુવતીને માથામાં ઇજા, ગરદન તોડી નાખી, ગળું દબાવીને કરી હત્યા, ઉન્નાવ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

Premal

Last Updated: 02:56 PM, 11 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉન્નાવમાં બે મહિનાથી ગુમ દલિત યુવતીની લાશ મળ્યાં બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. યુવતીની માંએ પૂર્વ રાજ્ય મંત્રી અને સહકારી વિભાગના ચેરમેન રહેલા સ્વ. ફતેહબહાદૂરના દીકરા રાજોલ સિંહ પર દીકરીનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

  • દલિત યુવતીની લાશ મળ્યાં બાદ રાજકારણ ગરમાયું
  • પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો થયો
  • યુવતીનુ મોત ગળુ દબાવવાના કારણે થયુ 

આટલી હદે ક્રૂરતા? દીકરીના ગળાનું હાડકુ પણ તુટી ગયુ

સુત્રો મુજબ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે કે યુવતીની મોત ગળુ દબાવવાના કારણે થઇ છે. તો ગળાનુ હાડકુ પણ તુટી ગયુ છે. આ સાથે માથામાં બે ગંભીર ઈજાના નિશાન મળ્યાં છે. ત્રણ ડૉકટરોની પેનલે પોસ્ટમોર્ટમ કર્યુ છે. યુવતીની માતા ન્યાય માટે ઘણા દિવસોથી ઝઝૂમી રહી હતી. કાંશીરામમાં રહેતા દલિત મહિલા રીતાની દીકરી પૂજા ગયા ડિસેમ્બર મહિનાથી ગુમ છે. ગુમ થયાનો રિપોર્ટ નોંધાવવામાં આવ્યો હતો. માંએ સપાના પૂર્વ રાજ્યમંત્રી અને સહકારી વિભાગના ચેરમેન રહેલા સ્વ. ફતેહબહાદૂરના દીકરા રાજોલ સિંહ પર ગુમ થયાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ કેસને ગંભીરતાથી લીધો નથી. પરેશાન થયેલી માંએ અધિકારોની સ્પષ્ટતા પર ન્યાયની ગુહાર લગાવતી રહી, પરંતુ કોઈએ આ વાતને ગણકારી નહીં. 24 જાન્યુઆરીએ લખનઉમાં અખિલેશ યાદવની કાર આગળ તેની માતા કૂદી હતી. 

પરિવારજનોમાં આક્રંદનો માહોલ 

ઉલ્લેખનીય છે કે ઉન્નાવમાંથી જે પ્લોટમાંથી યુવતીની લાશ મળી છે, તેનો માલિક આરોપી રાજોલ સિંહ જ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એએસપી શશિ શેખર સિંહે કહ્યું કે ગત 8 ડિસેમ્બરે આ મામલે FIR નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ બાદ યુવતીની લાશને લઇ લેવામાં આવી. લાશનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. લાશ મળ્યાં બાદ યુવતીના પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાયો છે. મૃતક યુવતીની માતાએ જણાવ્યું હતુ કે રાજોલ સિંહ તેની દીકરીને બળજબરીપૂર્વક પોતાની સાથે લઇ ગયો હતો. આ મામલે FIR નોંધાઈ. પરંતુ તેની દીકરીની કોઈ ભાળ મળી નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ