બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Unjha APMC director Sanjay Patel arrested GST tax evasion

109 કરોડની કરચોરી / અંતે ફરાર ઊંઝા APMCના ડિરેક્ટર સંજય પટેલ ઝડપાયો, કરચોરીની રીત જાણીને GST વિભાગ ચકડોળે ચડ્યું

Hiren

Last Updated: 06:42 PM, 4 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાના ઊંઝામાં 109 કરોડની GST કર ચોરીનો મામલે ઊંઝા APMCના ડિરેકટર સંજય ઉર્ફે શંકર પટેલની અંતે ધરપકડ કરાઇ છે. બેનામી પેઢીઓ બનાવીને સરકારને ચુનો લગાવ્યો.

  • ઊંઝામાં કરોડોની મસમોટી GST કરચોરીનો પર્દાફાશ
  • ઊંઝા APMCના ડિરેકટર શંકર પટેલ સહિત 4ની ધરપકડ
  • સરકારને ચુનો લગાવવાનું કૌભાંડ ઝડપાયુ 

રૂપિયા 109 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ મામલે સ્ટેટ GST દ્વારા ઊંઝામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઊંઝા APMCના ડિરેક્ટર મુખ્ય આરોપી સંજય પટેલની ધરપકડ કરાઈ છે. અત્યાર સુધીમાં કુલ પાંચ વ્યકિતની ધરપકડ કરાઈ છે. રૂપિયા 21.41 કરોડની કરચોરી મળી આવી છે અને અત્યાર સુધીમાં 365 કરોડનું ટર્નઓવર કર્યુ છે. શંકર પટેલ લાંબા સમયથી બોગસ પેઢીઓ ઉભી કરી સરકારને ચૂનો લગાવતો હતો. ખોટા ઇ-વે બિલ અને ખોટી પેઢીઓ ઉભી કરવાના રેકેટમાં મુખ્ય સૂત્રધાર છે. ત્યારે રવિવારે સંજય ઉર્ફે શંકર પટેલની ધરપકડ કરાઈ છે.

ડ્રાઇવર, ખેતમજૂર, પાન મસાલાના ગલ્લા ચલાવનારાઓના દસ્તાવેજના આધારે બોગસ પેઢી ઉભી કરી

થોડા દિવસ પેહલા GST વિભાગને જીરાની કોમોડીટીમાં આર્થિક રીતે નબળા અને જરૂરીયાતમંદ લોકોના દસ્તાવેજોનો દુરૂપયોગ કરીને બોગસ પેઢીઓ ઉભી કરી આ બોગસ પેઢીઓના ઇ-વે બિલ જનરેટ કરી, ભરવાપાત્ર GST ન ભરવાની મોડસ ઓપરેન્ડી ધ્યાનમાં આવી હતી. જેને લઇને હાલમાં વિભાગ દ્વારા ઊંઝામાં અલગ અલગ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં નજીવી આવક ધરાવતા લોકો જેવા કે ડ્રાઇવર, ખેતમજુરો, ગટર સાફ સફાઇવાળા, ન્યૂઝ પેપર ડીલીવરીમેન, પાન મસાલાના ગલ્લા ચલાવનારાઓને દસ્તાવેજોનો નાણાકીય પ્રલોભન આપી દુરૂપયોગ કરવામાં આવ્યો હતો. આવા લોકોના નામે સંખ્યાબંધ પેઢીઓ ઉભી કરીને આ પેઢીઓનો માલ સપ્લાયના બીલો ઇશ્યુ કર્યા હતા. આ સિવાય ઇ-વે બીલો ઇશ્યુ કરી, ઇ-વે બીલના આધારે માલ સપ્લાય કરી, તેના પર ભરવાપાત્ર વેરાની કરચોરી કરી હતી.

આમ, આવી રીતે અનેક પેઢીઓ દ્વારા રૂપિયા 109.97 કરોડના ઇ-વે બીલ જનરેટ કરી અત્યાર સુધીમાં તપાસ મુજબ રૂપિયા 6.31 કરોડની કરચોરી કરવામાં આવી છે. 

કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને માથાભારે સંજય પટેલ(શંકર) ફરાર હતો

આ કૌભાંડમાં અત્યાર સુધીમાં ઊંઝાના હિરેન મોહનલાલ પટેલ, સંજય પ્રહલાદ પટેલ અને અમીત રમેશભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડના મુખ્ય સુત્રધાર અને માથાભારે છબી ધરાવતા મહેસાણાના સંજય મફતભાઇ પટેલ ઉર્ફે શંકર છે. ત્રણ આરોપીઓની ધરપકડ બાદ શંકર પટેલ ફરાર હતો. ત્યારબાદ વોટ્સએપ કોલ કરીને મહિલા તપાસ અધિકારીને ધમકી આપી હતી કે, તપાસ સ્થેળી તાત્કાલિક રવાના થઇ જાઓ નહીં તો જોવા જેવી થશે. ત્યારે આ ધમકી મામલે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. 

આબુ રોડ પર આવેલી હોટલમાંથી પોલીસે ઝડપી પાડ્યો

જોકે આરોપી શંકર પટેલ અલગ અલગ સ્થળોએ નાસતો ફરતો હતો. તે વોટ્સએપ કોલીંગથી પોતાના પરિવારના સંપર્કમાં રહેતો હતો. ઇન્ટેલિજન્સ ટીમના પ્રયાસથી સંજય પટેલ(શંકર પટેલ)ની આબુ રોડ ખાતેની સિલ્વર ઓક કંટ્રી યાર્ડ હોટલમાંથી મહેસાણા પોલીસની મદદથી ઝડપી લેવાયો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ