અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિની શનિવારે થયેલી ધરપકડ અને તે બાદ જેલમાં અમાનવીય વ્યવહારના આરોપ બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે.
મહારાષ્ટ્રના અપક્ષ સાંસદનો વિવાદ વકર્યો
નવનીત રાણાની ધરપકડ બાદ ગૃહમંત્રાલય એક્શનમાં
સમગ્ર કેસ સાથે જોડાયેલ રિપોર્ટ માગ્યો
મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિની શનિવારે થયેલી ધરપકડ અને તે બાદ જેલમાં અમાનવીય વ્યવહારના આરોપ બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. ગૃહમંત્રાલય તરફથી મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર પાસેથી આ મામલે રિપોર્ટ માગવામા આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રાલય તરફથી રાજ્યના ડીજીપી અને મુખ્ય સચિવને પત્ર લખીને નવનીત રાણા કેસમાં સમગ્ર જાણકારી માગવામા આવી છે.
ખાર પોલીસ સ્ટેશનમાં અમાનવીય વ્યવહાર કર્યો હોવાનો આરોપ
સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર તરફથી અપક્ષ સાંસદ નવનીત રાણાની ધરપકડ અને ખાર સ્ટેશનમાં અમાનવીય વ્યવહારના આરોપ વિશે એક તથ્યાત્મક રિપોર્ટ માગ્યો છે. લોકસભા વિશેષાધિકાર અને આચાર સમિતિએ MHA થી પહેલા એક રિપોર્ટ માગવામાં કહ્યું હતું.
#WATCH Mumbai Police Commissioner Sanjay Pandey shares a video of MP Navneet Rana and her husband after her allegations about "inhumane treatment" meted out at Mumbai's Khar police station pic.twitter.com/PD3ntE58fk
સાંસદ નવનીત રાણાની ફરિયાદ પર મહારાષ્ટ્ર ડીજીપી સ્પિકરનો મોકલશે રિપોર્ટ
આ બાજૂ જેલમાં થયેલા ગેરવર્તન પર સાંસદ નવનીત રાણાની ફરિયાદ બાદ હવે મહારાષ્ટ્ર ડીજીપી રિપોર્ટ બનાવીને મોકલશે. મહારાષ્ટ્રના ગૃહમંત્રાલયએ સૂત્રોએ જાણકારી આપી છે. આપને જણાવી દઈએ કે, રવિવારે લોકસભા સ્પિકરને નવનીત રાણાના વકીલે ફરિયાદ આપી હતી. જે બાદ લોકસભા સ્પિકરે 24 કલાકની અંદર ફેક્ચુયલ રિપોર્ટ માગ્યો હતો. હવે મહારાષ્ટ્રના ડીજીપી રિપોર્ટ બનાવીને આગળ મોકલશે. ડીજીપી ફેક્ચુઅલ રિપોર્ટ બનાવીને મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરીને મોકલશે અને પછી ચીફ સેક્રેટરી તેને લોકસભામાં મોકલશે.
ફરિયાદમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા
મહારાષ્ટ્ર ગૃહમંત્રાલયના સૂત્રોએ જણાવ્યુ છે કે, જેટલા પણ નવનીત રાણાએ આરોપ લગાવ્યા છે, તે ખોટા છે. તેમની સાથે જેલમાં કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર કરવામાં આવ્યો નથી. પાણી આપવાની કોઈએ ના પાડી ન થી. અહીં ઉલ્લેખનીય છે કે, અમરાવતીથી સાંસદ નવનીત રાણાએ લોકસભા સ્પિકર ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. રાણામાં પત્રમાં કેટલાય ચોંકાવનારા આરોપ લગાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે, મને 23 એપ્રિલ 2022ના રોજ ખાર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી. આખી રાત મેં પોલીસ સ્ટેશનમાં વિતાવી હતી. જ્યારે મેં પીવા માટે પાણી માગ્યું તો મને પાણી પણ આપવામાં આવ્યું નહીં. ફરિયાદ બાદ સ્પિકરે ફેક્ચુયલ રિપોર્ટ માગ્યો હતો.