બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / UN statement after US and Germany on Kejriwal's arrest

નિવેદન / કેજરીવાલની ધરપકડ પર અમેરિકા અને જર્મની બાદ UNનું નિવેદન, લોકસભા ચૂંટણીને લઈ કહી આ વાત

Priyakant

Last Updated: 03:26 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UN statement In Arvind Kejriwal Latest News: અમેરિકા અને જર્મની  બાદ હવે સંયુક્ત રાષ્ટ્રે પણ ભારતમાં રાજકીય સંકટ પર પોતાની પ્રતિક્રિયા આપી

UN statement In Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડથી સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત તરફ ખેંચાયું છે. વાત જાણે એમ છે કે, આમ આદમી પાર્ટી સહિત સમગ્ર વિપક્ષો દેશભરમાં દિલ્હીના CMની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે, આ સિવાય અમેરિકા અને જર્મની જેવા દેશોએ પણ તેમની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરી છે. આ બધાની વચ્ચે હવે સંયુક્ત રાષ્ટ્રે પણ ભારતમાં રાજકીય સંકટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. 

યુનાઈટેડ નેશન્સે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા બાદ 'રાજકીય અશાંતિ' અંગેના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, અમે ભારત અને અન્ય દેશોમાં યોજાનારી ચૂંટણીઓમાં લોકોના રાજકીય અને નાગરિક અધિકારોનું રક્ષણ કરવાની આશા રાખીએ છીએ.

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટેફન ડુજારિકે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમને સંપૂર્ણ આશા છે કે ભારતમાં અન્ય દેશોની જેમ રાજકીય અને નાગરિક અધિકારો સહિત દરેકના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે અને દરેક વ્યક્તિ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકશે. આના એક દિવસ પહેલા અમેરિકાએ પણ ભારતમાં EDના દરોડા અને વિપક્ષી નેતાઓની ધરપકડ અંગે આવી જ પ્રતિક્રિયા આપી હતી.

કેજરીવાલની ધરપકડ અંગેની ટિપ્પણીના વિરોધમાં ભારતે બુધવારે અમેરિકી રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું. જેના પર બોલતા યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું, હું કોઈ ખાનગી રાજદ્વારી મીટિંગ વિશે વાત કરવાનો નથી. પરંતુ અમે તે પહેલાં જાહેરમાં સ્પષ્ટ કર્યું છે, હું અહીં કહું છું તે જ વાત છે કે અમે ન્યાયી, પારદર્શક, સમયસર કાનૂની પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરીએ છીએ. અમને નથી લાગતું કે, આના પર કોઈને કોઈ વાંધો હોવો જોઈએ અને અમે વ્યક્તિગત રીતે તે સ્પષ્ટ કરીશું.

વધુ વાંચો: રાજુ પાલ હત્યા કેસ, કોર્ટે અતીક ગેંગના 6 આરોપીઓને આજીવન કેદ અને એકને 4 વર્ષની સજા ફટકારી

શું છે વિવાદ?
લોકસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. હાલમાં તે કેન્દ્રીય તપાસ એજન્સીની કસ્ટડીમાં છે. આ સિવાય કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે, આવકવેરા વિભાગે તેમના બેંક ખાતા સીલ કરી દીધા છે, જેના કારણે તેમની પાસે સંસદીય ચૂંટણી લડવા માટે પૈસા બચ્યા નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ