બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / UK Foreign Secretary Liz Truss becomes the new British Prime Minister

BIG BREAKING / વિદેશમંત્રી લિઝ ટ્રસ બન્યાં બ્રિટનના નવા પ્રધાનમંત્રી, હરીફ ઋષિ સુનકને હરાવ્યાં

Pravin

Last Updated: 05:32 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટેનને આજે નવા પ્રધાનમંત્રી મળ્યા છે. લિઝ ટ્રસ પ્રધાનમંત્રી બન્યા છે. તેમણે ભારતીય મૂળના હરીફ એવા ઋષિ સુનકને હરાવ્યા છે.

  • બ્રિટેનને મળ્યા નવા વડાપ્રધાન
  • વિદેશમંત્રી લિઝ ટ્રસ બન્યા વડાપ્રધાન
  • ભારતીય મૂળના ઋષિક સુનકને હરાવ્યા

બ્રિટેનના નવા પ્રધાનમંત્રીની જાહેરાત થઈ ગઈ છે. લિઝ ટ્રસ બ્રિટેનના નવા વડાપ્રધાન બન્યા છે. તે માર્ગરેટ થેચર અને થેરેસા બાગ બ્રિટેનના ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યા છે. નવા વડાપ્રધાનની ઘોષણા સર ગ્રેહામ બ્રેડીએ કરી હતી. બ્રેડી કંઝરવેટિવ પાર્ટીના બેકબેન્ચ સાંસદોની 1992 સમિતિના અધ્યક્ષ અને પાર્ટીના નેતૃત્વ સંબંધી ચૂંટણી માટે ચૂંટણી અધિકારી છે.

લિઝ ટ્રસને 81,326 વોટ મળ્યા હતા, જ્યારે ઋષિ સુનકને 60, 399 વોટ મળ્યા હતા. વડાપ્રધાન પદે પોતાનું નામ જાહેર થયા બાદ લીઝે કહ્યું કે, પીએમ તરીકે ચૂંટાવું મારા માટે સન્માનની વાત છે. હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરુ છું. કંઝરવેટિવ પાર્ટીના સિદ્ધાંતોને આગળ વધારીશ. ટેક્સ ઘટાડવા માટે જરુરી પગલા ભરીશ. તેમણે બ્રિટેનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસનના વખાણ કરતા કહ્યું કે, તેમણે કોરોનાકાળમાં સારુ કામ કર્યું. 

ટ્રસે પોતાના અભિયાનમાં દેશની સમક્ષ હાલની નાણાકીય સ્થિતિના નિવારણ માટે તાત્કાલિક ટેક્સ કપાતના સંકલ્પ જણાવ્યો હતો. તેનાથી વિપરીત સુનકનો દ્રષ્ટિકોણ વધતી મોંઘવારીથી નિવારણ લાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવા તથા સંકટ માટે મદદ આપવાની રજૂઆત સાથે લક્ષિત ઉપાયોની રજૂઆત કરવાનું હતું.

બ્રિટેનના સંસદમાં કેટલાય પદ પર સેવાઓ આપી છે

લિઝ ટ્રસ ગત પાછલા વર્ષોમાં બ્રિટેનના વિદેશ મંત્રી બન્યા હતા. 45 વર્ષના લિઝે બ્રિટિશ સંસદમાં કેટલાય પદ પર પોતાની સેવાઓ આપી છે. લિઝ ટ્રસ વર્ષ 1975માં બ્રિટેનમાં જન્મ્યા હતા. તેમના પિતા ગણિતના પ્રોફેસર અને માતા નર્સ છે. ચાર વર્ષની ઉંમરમાં જ સ્કોટલેંડ જતા રહ્યા હતા. ત્યાર બાદ તેમનો પરિવાર લીડ્સ ચાલ્યો ગયો, જ્યાં તેમણે આગળનો અભ્યાસ પુરો કર્યો હતો. 

ડેમોક્રેસ્ટથી શરુ કર્યું કરિયર

ટ્રસે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે દર્શનશાસ્ત્ર, રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં અભ્યાસ કર્યો છે. તેની સાથે જ તેઓ રાજકારણમાં પણ એક્ટિવ છે. ટ્રસે પોતાનું રાજકીય કરિયર ડેમોક્રેસ્ટથી શરુ કર્યું અને બાદમાં તેઓ કંઝરવેટિવ્સ સાથે જોડાઈ ગયા.

અકાઉન્ટેંટ તરીકે કામ કર્યું

લિઝ ટ્રસ કેટલીય કંપનીઓમાં અકાઉન્ટેંટ તરીકે કામ કર્યું છે, પણ સંસદ જવાની તેમની ઈચ્છા દિલમાં રહી ગઈ. વર્ષ 2001 અને 2005માં તે બ્રિટેનની ચૂંટણીમાં હેમ્સવર્થ અને કાડર વૈલીથી કંઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર રહ્યા. પણ તેમને બંને સીટ પર હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2006માં ગ્રીનિચથી કાઉંસલર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 

શિક્ષણમંત્રી પણ રહ્યા છે

લિઝ કંઝર્વેટિવ નેતા ડેવિડ કેમરનની પસંદ છે. લિઝ વર્ષ 2010માં ટોરી પાર્ટીની નોરફોક સીટથી જીત્યા અને સાંસદ બન્યા. વર્ષ 2012માં સાંસદ બન્યા બાદ તેમને શિક્ષણમંત્રી બનાવામાં આવ્યા. વર્ષ 2014માં તેઓ પર્યાવરણ મંત્રી પણ બન્યા. લિઝે બ્રેક્ઝિટનો વિરોધ કર્યો હતો. વર્ષ 2016માં તેઓ થેરેસા મેંની આગેવાનીવાળી સરકારમાં જસ્ટિસ સેક્રેટરી બન્યા. ત્યાર બાદ તેઓ નાણામંત્રાલયના મુખ્ય સચિવ પણ બન્યા. વર્ષ 2019માં જ્યારે બોરિસ જોનસન પ્રધાનમંત્રી બન્યા તો, તેમને આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી પણ બનાવ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ